પ્રયાગરાજ નજીક દાનવર-સોમના નજીક નિલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાં અચાનક લોખંડનો સળિયો ઘુસી ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીથી કાનપુર જતી નીલાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પ્રયાગરાજ નજીક દાનવર-સોમના નજીક નિલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાં અચાનક લોખંડની પટ્ટી ઘુસી ગઈ હતી. જેના કારણે મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટના બાદ રેલવેએ તપાસની જાહેરાત કરી છે.
ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાનો રહેવાસી હરિકેશ દુબે આજે નીલાંચલ એક્સપ્રેસના જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. બધુ બરાબર ચાલી રહ્યું હતું કે અચાનક પ્રયાગરાજ નજીક દાનવર-સોમના પાસે લોખંડની પટ્ટી કોચનો કાચ તોડીને સીટ પર બેઠેલા હરિકેશ દુબેના ગળામાં ઘૂસી ગઈ. અચાનક બનેલી આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર અન્ય મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ કસ્ટડીમાં: ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત
રેલ્વેના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થલ પર રેલ્વે સ્તરેથી બાંધકામનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાંથી લોખંડની પટ્ટી ટ્રેનની અંદર ઘૂસી ગઈ હતી. આ પછી ટ્રેનને 09.23 વાગ્યે અલીગઢ જંક્શન પર રોકી દેવામાં આવી હતી. હરિકેશ દુબેના મૃતદેહને GRP/ALJNને સોંપવામાં આવ્યો હતો. આ મામલાની આરપીએફ અને જીઆરપી દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે.