IRCTCની વેબસાઈટની જેમ જ IRCTC એપ્લિકેશન પણ ઠપ્પ થઈ ગઈ. IRCTCની વેબસાઈટ પર મેસેજ આવી રહ્યો છે કે મેન્ટેનન્સને કારણે સાઈટની સેવાઓ બંધ છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
IRCTCની વેબસાઈટની જેમ જ IRCTC એપ્લિકેશન પણ ઠપ્પ થઈ ગઈ. IRCTCની વેબસાઈટ પર મેસેજ આવી રહ્યો છે કે મેન્ટેનન્સને કારણે સાઈટની સેવાઓ બંધ છે.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન (IRCTC)ની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. IRCTCની વેબસાઈટ આજે એટલે કે 25 જુલાઈના રોજ સવારે લગભગ 10 વાગ્યાથી ઠપ્પ છે જેથી યૂઝર્સને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણકે આ જ સમય હોય છે જ્યારે લોકો તત્કાલ ટિકિટ બુકિંગ પણ કરતા રહે છે. IRCTCની વેબસાઈટની જેમ જ IRCTCની એપ્લિક્શન પણ ડાઉન થઈ ગઈ હતી. IRCTCની વેબસાઈટ પર મેસેજ આવી રહ્યો હતો કે મેઈન્ટેનન્સને કારણે સાઈટની સેવાઓ બંધ છે.
ADVERTISEMENT
આઈઆરસીટીસીની સાઈટ પર વિઝિટ કર્યા બાદ મેસેજ આવી રહ્યો હતો કે, "મેઈટેનન્સને કારણે ઈ ટિકિટિંગ સેવા ઉપલબ્ધ નથી. પછીથી પ્રયત્ન કરો. કેન્સેલેશન/ફાઈલ ટીડીઆર માટે, મહેરબાની કરીને ગ્રાહક સેવા નંબર પર કૉલ કરવો. 14646,075506619661 અને 0755 4090600 અથવા etickets@irctc.co.in પર મેઈલ કરો." એપ્લિકેશન ઓપન કરતા મેસેજ મળી રહ્યો હતો કે રિક્વેસ્ટ પ્રોસેસ નહીં કરી શકાય, મહેરબાની કરીને થોડો સમય બાદ પ્રયત્ન કરો.
જણાવવાનું કે આ પહેલા 6 મેના રોજ પણ આઈઆરસીટીસીને સેવાઓ આ જ રીતે સવારે લગભગ 110 વાગ્યાની આસપાસ છપ્પ થઈ ગઈ હતી. જેને કારણે યૂઝર્સને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન પણ સાઈટ ડાઉન થવાને મેઈન્ટેનન્સનો હવાલો આપવામાં આવ્યો હતો. તમારી જાણ ખાતર જણાવવાનું કે આઈઆરસીટીસીના મેઈન્ટેનન્સનું કામ રાતે 11 વાગ્યા બાદ થાય છે.
IRCTCએ ટ્વીટ કરીને સિસ્ટમમાં ટેક્નિકલ ખરાબી છે એવું જણાવ્યું છે. IRCTCએ જણાવ્યું, ટેક્નિકલ કારણે ટિકિટિંગ સેવા ઉપલબ્ધ નથી. અમારી ટેક્નિકલ ટીમ આ સમસ્યાનો ઉકેલ લાવી રહી છે. જેવી ટેક્નિકલ ખામી દૂર થઈ જશે અમે માહિતી આપી દેશું.
IRCTCએ કહ્યું, ટેક્નિકલ કારણે ટિકિટિંગ સેવા આઈઆરસીટીસી સાઈટ અને એપ પર ઉપલબ્ધ નથી. ટેક્નિકલ ટીમ સમસ્યાઓનો ઉકેલ લાવી રહી છે. વૈકલ્પિક રૂપે ટિકિટ અન્ય પ્લેટફૉર્મ પરથી બુક કરી શકાય છે.
યૂઝર્સ ટિકિટ બુક ન કરી શકવાની ફરિયાદો પણ કરી રહ્યા છે. અભિલાષ દહિયા નામના યૂઝરે લખ્યું, આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવો. હું સતત ટિકિટ બુક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ એ નથી થઈ રહ્યું. મારી પાંચ વાર પૈસા પણ કપાઈ ગયા, પણ ટિકિટ બુક થઈ શકી નથી. યૂઝર્સે પોતાના સ્ક્રીન શૉટ્સ પણ શૅર કર્યા છે.
તો અન્ય એક યૂઝર્સે IRCTC પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જો ટેક્નિકલ ખામીને કારણે ટિકિટ બુક નથી થઈ રહી તો આ મુશ્કેલીને અટકાવવામાં કેમ નથી આવતી. લોકોના પૈસા સતત કપાઈ રહ્યા છે, પણ ટિકિટ બુક થતી નથી.