રેલવે બોર્ડે જણાવ્યું છે કે ૬૦થી ૧૨૦ દિવસ પહેલાં કરવામાં આવેલાં ૨૧ ટકા રિઝર્વેશન કૅન્સલ કરવામાં આવે છે
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
રેલવે બોર્ડે રિઝર્વેશનના નિયમોમાં બદલાવ કરીને ૧૨૦ દિવસને બદલે ૬૦ દિવસ પહેલાં રિઝર્વેશન કરવાનો નિયમ ૧ નવેમ્બરથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ માટેનું કારણ ‘નો શો’ આપવામાં આવ્યું છે. આનો અર્થ શું છે એ જાણવું જરૂરી છે.
રેલવે બોર્ડે જણાવ્યું છે કે ૬૦થી ૧૨૦ દિવસ પહેલાં કરવામાં આવેલાં ૨૧ ટકા રિઝર્વેશન કૅન્સલ કરવામાં આવે છે. વળી પાંચ ટકા પૅસેન્જરો ટિકિટ કૅન્સલ કરાવતા નથી અને પ્રવાસ પણ કરતા નથી. આવા પ્રવાસીઓ આવતા નહીં હોવાથી એને ‘નો શો’ ગણવામાં આવે છે એટલે ખરેખર પ્રવાસ કરવા ઇચ્છતા લોકોને રિઝર્વેશન મળતું નથી. આથી રેલવેએ આ નિયમમાં બદલાવ કર્યો છે. પીક સીઝનમાં આનાથી પ્રવાસીઓને ફાયદો થશે. વળી એનાથી કૅન્સલેશન ઘટી જશે અને રિઝર્વ્ડ બર્થની વેસ્ટેજ પણ ઓછી થશે. જોકે વિદેશી પ્રવાસીઓ ૩૬૫ દિવસ પહેલાં બુકિંગ કરાવી શકશે. એ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો નથી.