આ પગલું મેહુલ ચોક્સી(Mehul Choksi)ની યાદીમાંથી તેનું નામ હટાવવાની અપીલ પર કરવામાં આવ્યું હતું. જો કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને ચોકસીની કાનૂની ટીમ આ ઘટનાક્રમ વિશે ચુસ્તપણે ચૂપ છે.
મેહુલ ચોકસી
13,000 કરોડના કૌભાંડમાં વોન્ટેડ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસી (Mehul Choksi)ને ઈન્ટરપોલ દ્વારા તેની રેડ કોર્નર નોટિસની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે આ પગલું ચોક્સીની યાદીમાંથી તેનું નામ હટાવવાની અપીલ પર કરવામાં આવ્યું હતું. જો કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને ચોકસીની કાનૂની ટીમ આ ઘટનાક્રમ વિશે ચુસ્તપણે ચૂપ છે.
જાન્યુઆરી 2018 માં, મેહુલ ચોક્સી દેશમાંથી ફરાર થયાના લગભગ 10 મહિના પછી ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. દેશ છોડ્યા બાદ ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી લીધી હતી. સૂત્રોનું કહેવું છે કે ચોકસીએ તેમની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની સીબીઆઈની અરજીને પડકારી હતી. તેણે પોતાના કેસને રાજકીય કાવતરું ગણાવ્યું હતું. તેમણે ભારતમાં જેલોની સ્થિતિ, વ્યક્તિગત સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: મેહુલ ચોકસીના અપહરણમાં તેના ભાઈનો હાથ? એંટીગાના PMએ વિપક્ષ પર મૂક્યો આરોપ
સૂત્રોનું કહેવું છે કે આ મામલો પાંચ સભ્યોની ઇન્ટરપોલ કમિટીની કોર્ટમાં ગયો હતો જેણે RCN (રેડ કોર્નર નોટિસ)ને ફગાવી દીધી હતી. સીબીઆઈએ 13,000 કરોડના બેંક કૌભાંડમાં ચોક્સી અને નીરવ મોદી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

