વિશેષ સચિવ (ગૃહ) એચ. જ્ઞાનપ્રકાશ દ્વારા શનિવારે આ આદેશ આપવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
સાંપ્રદાયિક તનાવ બાદ સમગ્ર મણિપુરમાં પાંચ દિવસ માટે મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. વિશેષ સચિવ (ગૃહ) એચ. જ્ઞાનપ્રકાશ દ્વારા શનિવારે આ આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર કેટલાંક અસામાજિક તત્ત્વો ધિક્કારની લાગણી જગાવતી સ્પીચ દ્વારા લોકોને ઉશ્કેરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આ આદેશમાં વધુમાં જણાવાયું હતું કે બિષ્નુપુર જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના એક રિપોર્ટના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એમાં જણાવાયું હતું કે શનિવારે સાંજે ફુગાકચાઓ ઇખંગમાં ત્રણથી ચાર લોકોએ એક વાહન સળગાવ્યું હતું એને લીધે સાંપ્રદાયિક તનાવની સ્થિતિ સર્જાઈ છે.
અહીં ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મિણપુર રાજ્યના ખીણ વિસ્તારોના સમાન વિકાસ કરવા અને પર્વતીય વિસ્તારને આર્થિક અને વહીવટી રીતે વધુ સ્વાયત્તતા માટે વિધાનસભાના મૉન્સૂન સેશનમાં મિણપુર (પર્વતીય વિસ્તાર) સ્વાયત્ત ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (સુધારા) બિલ ૨૦૨૧ને રજૂ કરવાની માગણી કરી રહ્યા છે. આ સંગઠને નૅશનલ હાઇવેને પણ બ્લૉક કર્યો છે.
ADVERTISEMENT