Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Instagram Down: ઈન્સ્ટાગ્રામ સર્વિસ ઠપ્પ, 1 લાખ યુર્ઝસે કરી ફરિયાદ

Instagram Down: ઈન્સ્ટાગ્રામ સર્વિસ ઠપ્પ, 1 લાખ યુર્ઝસે કરી ફરિયાદ

Published : 22 May, 2023 09:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ રવિવારે ડાઉન (Instagram Down)થયું હતું, જેના કારણે 1 લાખ 80 હજારથી વધુ યુઝર્સે આઉટેજની ટોચ પર પહોંચવાની ફરિયાદ કરી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ રવિવારે ડાઉન (Instagram Down)થયું હતું, જેના કારણે 1 લાખ 80 હજારથી વધુ યુઝર્સે આઉટેજની ટોચ પર પહોંચવાની ફરિયાદ કરી. મેટા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અનુસાર કંપનીને રવિવારે (21 મે)ના રોજ ખબર પડી કે કેટલાક લોકોને એપ એક્સેસ (Instagram App Access)કરવામાં મુશ્કેલી આવી રહી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ ફરિયાદ નોંધાવી હતી. જો કે, કંપનીએ અસરગ્રસ્ત યુઝર્સની સંખ્યા જાહેર કરી નથી.


આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Down Detector.com અનુસાર, યુએસમાં 1 લાખથી વધુ લોકોએ, કેનેડામાં 24 હજાર અને યુકેમાં 56 હજાર લોકોએ આ અંગે જાણ કરી હતી. કંપનીના પ્રવક્તાએ ઈ-મેલ દ્વારા આઉટેજ વિશે જણાવ્યું કે અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓને સામાન્ય બનાવવા માટે કામ કરી રહ્યા છીએ અને કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.



2 લાખ યુઝર્સે કરી ફરિયાદ


આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉન ડિટેક્ટર. કોમ(Down Detector.com)અનુસાર, 1 લાખ 80 હજાર યુઝર્સે ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવા માટે આઉટેજની ટોચ પર હોવાની ફરિયાદ કરી હતી. વેબસાઈટ અનુસાર આ આઉટેજ પાછળનું કારણ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે, જેના કારણે લોકોને એપ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી, જોકે અમે આ સમસ્યાને ઉકેલવા માટે સતત કામ કરી રહ્યા છીએ. Instagram રવિવારે લગભગ 1745 ET થી યુર્ઝસ માટે ડાઉન હતું. એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: ફૂડ વેસ્ટ ઘટાડવા માટે ઑગ્મેન્ટેડ રિયલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો


ઇન્સ્ટાગ્રામ યુઝર્સનું કહેવું છે કે રવિવારે તેમને ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને જો ગ્લોબલ લેવલની વાત કરીએ તો મોટાભાગના અમેરિકન યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી અને અહીં યુઝર્સની સંખ્યા એક લાખથી વધુ હતી. લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે સતત ફરિયાદો પણ નોંધાવી અને જણાવ્યું કે તેઓ એપને એક્સેસ કરી શકતા નથી.

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2023 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK