Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નૌસેનામાં સામેલ થયું ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રૉયર INS Mormugao, જાણો ખાસિયતો

નૌસેનામાં સામેલ થયું ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રૉયર INS Mormugao, જાણો ખાસિયતો

Published : 18 December, 2022 04:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વૉરશિપમાં મૉડર્ન સર્વિલાન્સ રડાર પણ લાગેલી છે સાથે જ દુશ્મનની સબમરીનને નષ્ટ કરવા માટે રૉકેટ લૉન્ચર અને ટૉરપીડો લૉન્ચર પણ તેમાં રહેલા છે. આ વૉરશિપનું નામ મોરમુગાઓ ગોવાના ઐતિહાસિક પૉર્ટના નામે રાખવામાં આવ્યું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


ભારતીય નૌસેનાની(Indian Navy) તાકાત સમુદ્રમાં હજી પણ વધી ગઈ છે. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહની(Rajnath Singh) હાજરીમાં આઇએનએસ મોરમુગાઓને (INS Mormugao) ઔપચારિક રીતે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું. આ નેવી માટે બનતા ચાર વિશાખાપટ્ટનમ ક્લાસ ડિસ્ટ્રૉયરમાંનું બીજું ડિસ્ટ્રૉયર છે, એક ડિસ્ટ્રૉયર આ પહેલા નૌસેનાને આપવામાં આવી ચૂક્યું છે. આ યુદ્ધપોતની લંબાઈ 163 મીટર છે જ્યારે આનું વજન 7400 ટન છે. આ વૉરશિપ 4 પાવરફુલ ગેસ ટરબાઈનથી ચાલે છે. આની મેક્સિમમ સ્પીડ 30 નૉટિકલ માઈલ્સ સુધી જઈ શકે છે. આમાં યુદ્ધપોત (Warship)ની અનેક ખૂબીઓ સામેલ છે. ખાસ કરીને આ દુશ્મનની નજરથી બચી શકે છે અને સરળતાથી દુશ્મનની રડારની પકડમાં પણ નહીં આવે. આ યુદ્ધપોતમાં સતહથી સતહ પર માર કરનારી મિસાઈલ અને સતહથી હવામાં હુમલો કરતી મિસાઈલ લાગેલી છે. આ વૉરશિપમાં મૉડર્ન સર્વિલાન્સ રડાર પણ લાગેલી છે સાથે જ દુશ્મનની સબમરીનને નષ્ટ કરવા માટે રૉકેટ લૉન્ચર અને ટૉરપીડો લૉન્ચર પણ તેમાં રહેલા છે. આ વૉરશિપનું નામ મોરમુગાઓ ગોવાના ઐતિહાસિક પૉર્ટના નામે રાખવામાં આવ્યું છે.


શું છે ખાસિયત
આઇએનએસ મોરમુગાઓ યુદ્ધપોત કોઈપણ મિસાઈલને ચકામો આપવામાં સક્ષમ છે કારણકે આને સ્ટીલ્થ ટેક્નિકથી બનાવવામાં આવી છે. આને 75 ટકા સ્વદેશી ટેક્નિકથી બનાવવામાં આવી છે. એટલું જ નહીંઆમાં લાગતા હથિયાર પણ મોટાભાગે સ્વદેશી છે. આ પરમાણુ જૈવિક અને રાસાયણિક યુદ્ધના સમયમાં પણ પોતાનો બચાવ કરવામાં સક્ષમ રહેશે. આ યુદ્ધપોતમાં 50 અધિકારીઓ સહિત 300 નૌસેનિક તૈનાત રહી શકે છે. આ વૉરશિપમાં આઠ બ્રગ્મોસ મિસાઈલ લગાડવામાં આવી શકે છે. આ જહાજ 75 હજાર વર્ગ કિલોમીટરના સમુદ્રી ક્ષેત્રનું નિરીક્ષણ  કરવામાં સક્ષમ રહેશે. આ યુદ્ધપોતમાં મલ્ટીફંક્શન સર્વિલાન્સ થ્રેટ અલર્ટ રડાર એમએફ સ્ટાર પણ લાગેલું છે. આની ખાસિયત એ પણ છે કે અનેક કિલોમીટર દૂર હવામાં રહેલા લક્ષ્યને પણ  આ વૉરશિપ ઓળખી શકે છે. આ ઉડતા વિમાન પર 70 કિલોમીટર અને જમીન કે સમુદ્ર પર રહેલ લક્ષ્ય પર 300 કિલોમીટર દૂરથી ખૂબ જ સરળતાથી નિશાનો લાગી શકે છે.



આ પણ વાંચો : મુંબઈના પોલીસ કમિશનર માટે છે ડ્યુટી પહેલાં, કન્યાદાન પછી


આ વૉરશિપમાં બરાક 8 જેવી આઠ મિસાઈલ લગાડવામાં આવી શકે છે. આ દેશના સૌથી આધુનિક એડવાન્સ્ડ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રૉયર છે. મોરમુગાવ 127 મિલીમીટર ગનથી પણ લેસ છે. સાથે જ આમાં એકે 630 એન્ટી મિસાઈલ ગન સિસ્ટમ પણ લાગેલી છે. મોરમુગાવ પર બે એન્ટી સબમરીન રૉકેટ લૉન્ચર પણ લાગેલા છે. ખરાબ હવામાન દરમિયાન નૌસેનાના હેલીકૉર્ટર પણ આને લેન્ડ કરી શકશે. આ યુદ્ધપોતમાં શિપ ડેટા નેટવર્ક નામની એક મેનેજમેન્ટ સિસ્ટમ લગાડવામાં આવી છે જે લડાઈ દરમિયાન એક જ જગ્યાએ બધો ડેટા ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો : આ નગર ભલભલાને શીખવે છે મૅનેજમેન્ટના બોધપાઠ


મોરમુગાઓ બ્રહ્મોસ, સુપરસોનિક ક્રૂઝ મિસાઈલથી પણ લેસ છે. બ્રહ્મોસ જમીન સિવાય સમુદ્રમાં પણ 300 કિલોમીટર દૂર સુધીલક્ષ્ય પર નિશાનો સાધી શકે છે. બ્રહ્મોસની સ્પીડ 2.8 મેક છે જે આને વિશ્વની ઝડપી ગતિવાળી મિસાઈલ બનાવે છે. તો સુપરસોનિક ગતિ પર બ્રહ્મોસ 3400 કિલોમીટર પ્રતિ કલાક અને 1 કિલોમીટર પ્રતિ સેકેન્ડની ઝડપે ઉડે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2022 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK