Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વર્ષની શરૂઆતમાં મોંઘવારીનો આંચકો, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો

વર્ષની શરૂઆતમાં મોંઘવારીનો આંચકો, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Published : 01 January, 2023 12:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વર્ષ 2023માં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને વહેલી સવારે મોંઘવારીનો આંચકો લાગ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્ષ 2023માં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને વહેલી સવારે મોંઘવારીનો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ હવે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં 1,768 રૂપિયા, મુંબઈમાં 1,721 રૂપિયા, કોલકાતામાં 1,870 રૂપિયા અને ચેન્નાઈમાં 1,971 રૂપિયામાં વેચાશે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો નથી.


ચાર મહાનગરોમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરો જાણો
દિલ્હી - રૂ. 1053
મુંબઈ - રૂ. 1052.5
કોલકાતા - રૂ. 1079
ચેન્નાઈ - રૂ. 1068.50



આ પણ વાંચો: નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈમાં બૉમ્બની ધમકી આપનાર પકડાયો


OMCએ છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો. આ એકંદરે વધીને રૂ. 153.5 થયું હતું. કિંમતોમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. OMCએ માર્ચ 2022માં પહેલા રૂ. 50નો વધારો કર્યો હતો, પછી મે મહિનામાં ફરીથી રૂ. 50 અને રૂ. 3.50નો વધારો કર્યો હતો. તેણે છેલ્લે ગયા વર્ષે જુલાઈમાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK