Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Indore Crime: ઇન્જેકશનમાં ભર્યું ભિખારીનું સંક્રમિત લોહી, ફિલ્મી ઢબે યુવતીને મારવા બેઠો શખ્સ

Indore Crime: ઇન્જેકશનમાં ભર્યું ભિખારીનું સંક્રમિત લોહી, ફિલ્મી ઢબે યુવતીને મારવા બેઠો શખ્સ

Published : 16 March, 2024 11:04 AM | IST | Indore
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Indore Crime: એક વ્યક્તિએ એક મહિલાને ચેપગ્રસ્ત લોહીથી ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કર્યો હતો. તેના આવા કૃત્ય બદલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

ઇન્જેકશનની પ્રતીકાત્મક તસવીર

ઇન્જેકશનની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. સંજયે પોલીસને જણાવ્યું કે તેણે તમિલ ફિલ્મ `આઈ`થી પ્રેરણા લઈને આ કૃત્ય કર્યું હતું
  2. સંજયે એક ચેપગ્રસ્ત ભિખારીનું લોહી લીધું હતું
  3. આરોપી યુવકની ધરપકડ કરવામાં કરી લેવામાં આવી છે

ઇન્દોરમાંથી એક ચોંકાવનારા સમાચાર (Indore Crime) સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક વ્યક્તિએ એક મહિલાને ચેપગ્રસ્ત લોહીથી ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કર્યો હતો. તેના આવા કૃત્ય બદલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 


તમિલની એક ફિલ્મની સ્ટાઈલમાં શખ્સે કર્યું આ કૃત્ય 



પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સંજય નામનો આ વ્યક્તિ જે તે મહિલા પર ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. કારણકે આ મહિલાએ તેને નકારી કાઢ્યો હતો. આ જ કારણોસર સંજયે પોલીસને જણાવ્યું કે તેણે તમિલ ફિલ્મ `આઈ`થી પ્રેરણા લઈને આ કૃત્ય કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં નાયકને વાયરસનું એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.


આ ફિલ્મમાં જ્યારે હીરોને ખતરનાક ઈન્જેક્શન આપવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે અને ખૂબ જ જલ્દી મૃત્યુ પામે છે. એ જ રીતે આ કેસ (Indore Crime)માં પણ પ્રેમમાં નિષ્ફળ ગયેલ આરોપી આવું પગલું ભરવા ઈચ્છતો હતો. આ જ કારણોસર તેણે તેના એક મિત્રની મદદથી યુવતીને ઇન્જેકશન આપવાનું નક્કી કર્યું હતું. હવે પોલીસ ચેપગ્રસ્ત ઈન્જેક્શનમાં લોહીની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરશે.

એક નહીં પણ આમાં તો બે જણ છે સપડાયેલા 


સંજયની સાથે આ હેવાનિયત ભર્યા કૃત્યમાં કિશોર નામનો અન્ય એક વ્યક્તિ પણ સંડોવાયેલો હતો. પ્રેયપટ માહિતી અનુસાર આ બંને મહિલાની પાછળ ગયા હતા અને તેને ચેપગ્રસ્ત લોહીથી ઇન્જેક્શન આપવાનો પ્રયાસ (Indore Crime) કર્યો હતો. 

છોકરીએ પાડી બૂમો અને બચી ગયો જીવ

સરાફા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટના (Indore Crime)માં કિશોર અને સંજયે એક ચેપગ્રસ્ત ભિખારીનું લોહી લીધું હતું. અને આ લોહી આ બંને જણાએ યુવતીને ઈન્જેક્શન આપવાનું નક્કી કર્યું હતું. આ બંને જણ યુવતીને આ ઇન્જેકશન આપીને મારી નાખવા માંગતા હતા. પરંતુ સદનસીબે આ છોકરી બચી ગઈ છે. આ મામલે એડિશનલ ડીસીપી અભિનય વિશ્વકર્માએ કહ્યું કે, એક અજાણ્યો બદમાશ બાળકીને ચેપગ્રસ્ત લોહીથી ભરેલું ઈન્જેક્શન આપવા માંગતો હતો. પરંતુ યુવતી બૂમો પાડતા આસપાસના લોકોની મદદથી તેનો જીવ બચી ગયો હતો.

આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે 

જ્યારે આ સમગ્ર મામલો (Indore Crime) પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો ત્યારે એડિશનલ ડીસીપી અભિનય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આરોપી યુવકની ધરપકડ કરવામાં કરી લેવામાં આવી છે. પ્રેમનો એકરાર કારવાની ના પાડી દીધી હોવાને કારણે આરોપી યુવતીને ઈન્ફેક્શનનું ઈન્જેક્શન આપીને મારી નાખવા માંગતો હતો. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ આરોપીઓ સામે 11 કેસ નોંધાયેલા છે. આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2024 11:04 AM IST | Indore | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK