ટેક-ઑફ પહેલા એક ખાસ જાહેરાત કરતા ક્રિષ્નને મુસાફરોને કહ્યું હતું કે મારો પરિવાર મારી સાથે મુસાફરી કરી રહ્યો છે તે જાહેર કરતાં ઘણો આનંદ થાય છે. મારી કાકી, પિતા અને માતા 29મી હરોળમાં બેઠા છે. મારા દાદા આજે પહેલીવાર મારી સાથે ઉડાન ભરી રહ્યા છે,”
ઇન્ડિગોની ફ્લાઈટ માટે વાપરવામાં આવેલી તસવીર
તાજેતરમાં જ ચેન્નઈથી કોયમ્બટૂર જનારી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં હ્રદયસ્પર્શી ક્ષણો સામે આવી, જ્યારે પાયલટે જાહેરાત કરી કે તેના દાદા-દાદી અને માતા પણ તે ફ્લાઈટના પેસેન્જર્સમાં હતા. ઇન્ડિગોના પાયલટ પ્રદીપ કૃષ્ણન ઘણીવાર સોશિયલ મીડિયા પર ફ્લાઈટની ઝલક શૅર કરતા રહે છે. હવે તાજેતરમાં જ તેમણે પોતાના પરિવાર સાથે ચેન્નઈ જનારી ફ્લાઈટની એક ક્લિપ શૅર કરી, જે લોકો માટે ખૂબ જ હૂંફાળી ક્ષણોમાંની એક છે. (Indigo pilot flies with grandfather)
ટેક-ઑફ પહેલા એક ખાસ જાહેરાત કરતા ક્રિષ્નને મુસાફરોને કહ્યું હતું કે મારો પરિવાર મારી સાથે મુસાફરી કરી રહ્યો છે તે જાહેર કરતાં ઘણો આનંદ થાય છે. મારી કાકી, પિતા અને માતા 29મી હરોળમાં બેઠા છે. મારા દાદા આજે પહેલીવાર મારી સાથે ઉડાન (Indigo pilot flies with grandfather) ભરી રહ્યા છે,” તેમણે મુસાફરોને તમિલ અને અંગ્રેજીની મિશ્ર ભાષામાં કહ્યું.
ADVERTISEMENT
મેં ઘણી વખત તેની TVS50ની પાછળની સીટ પર મુસાફરી કરી છે, હવે તેમને રાઈડ આપવાનો મારો વારો છે. તેની માતા તેના આંસુ લૂછતી જોઈ શકાય છે. પાઇલટે મુસાફરોને તેમના દાદાને "હાય" કહેવા માટે પ્રોત્સાહિત કર્યા, જેઓ તેમની સીટ પરથી ઉભા થયા અને કેબિનમાં દરેકનું સ્વાગત કર્યું. આ હૃદયસ્પર્શી ક્ષણના સાક્ષી બનેલા મુસાફરોએ તાળીઓ પાડી હતી.
View this post on Instagram
વીડિયો શેર કરતા કૃષ્ણને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "મારું સૌથી મોટું ફ્લેક્સ. તમારા પરિવાર અને મિત્રોને ઉડાડવું એ દરેક પાઈલટનું સપનું હોય છે." આ ક્ષણે સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા હતા. તમિલ ટીવી શોની હોસ્ટ અનિતા સંપતે કોમેન્ટમાં લખ્યું, પ્રદીપ, તેને તારા પર ખૂબ ગર્વ છે.
ઉલ્લેખનીય છે કે સ્પીડ પેઇન્ટર રૉબિન બારે આજકાલ ઇન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી છે. ભાઈસાહેબ જાહેર સ્થળે જઈને કોઈને પણ તેમની સહી કરવાનું કહે છે અને પછી રૉબિનભાઈ એની આસપાસ એક સરસમજાનો સ્કેચ તૈયાર કરી આપે છે. તાજેતરમાં રૉબિને ઇન્ડિગોની ફ્લાઇટમાં અટેન્ડન્ટ સાથે આ ટ્રિક અજમાવી જે જબરદસ્ત વાઇરલ થઈ ગઈ. તેણે ફ્લાઇટ અટેન્ડન્ટને એક કોરા કાગળ પર સિગ્નેચર કરી આપવા કહ્યું. સહી કાગળની વચ્ચોવચ થયેલી હતી છતાં રૉબિને એક મિનિટમાં એની આસપાસ પ્રેમમાં પડેલા યુગલનો મસ્ત સ્કેચ દોરી આપ્યો. નૅચરલી આ વિડિયો જોઈને ભલભલાનું મગજ ચકરાવે ચડી જાય એવું છે. જોકે આ કંઈ પહેલવહેલી વાર થયું નથી. રૉબિનના ઇન્સ્ટાગ્રામ પર બીજા પણ અનેક વિડિયો છે જેમાં તે આ કલાકારી બખૂબી છતી કરે છે.
નોંધનીય છે કે ઍર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તા પ્રમાણે, તેમનું વિમાન ક્લિયરન્સની રાહ જોઈ રહ્યું હતું, ત્યારે બીજી ઍરલાઈન કંપનીના પ્લેનનું વિંગ ટિપ તેની સાથે અથડાઈ ગયું.
પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટ પર બુધવારે (27 માર્ચ, 2024)ના રોજ ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનોની પાંખો એકબીજા સાથે અથડાઈ હતી. ઈન્ડિગો ફ્લાઈટ ટેક્સીવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે એર ઈન્ડિયાના અન્ય એરક્રાફ્ટ સાથે એરક્રાફ્ટનો એક ભાગ અથડાયો હતો. જો કે સૌથી સારી વાત એ છે કે આ દુર્ઘટના દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર નથી.

