ભારતની સૌથી મોટી ખાનગી ઍરલાઇન્સ ઇન્ડિગોને ટોચની ૧૦ ખરાબ ઍરલાઇન્સમાં સ્થાન મળ્યું છે.
ઇન્ડિગોની ફ્લાઇટની ફાઇલ તસવીર
દુનિયાની વિવિધ ઍરલાઇન્સનાં રૅન્કિંગ્સ મંગળવારે ઍરહેલ્પ સંસ્થાએ જાહેર કર્યાં હતાં અને એમાં ભારતની સૌથી મોટી ખાનગી ઍરલાઇન્સ ઇન્ડિગોને ટોચની ૧૦ ખરાબ ઍરલાઇન્સમાં સ્થાન મળ્યું છે.
વિવિધ ઍરલાઇન્સમાં પ્રવાસ કરનારા લોકોએ આપેલી જાણકારીના આધારે આ કંપની સૌથી સારી અને સૌથી ખરાબ એવી ૧૦-૧૦ ઍરલાઇન્સનાં નામ જાહેર કરે છે. ફ્લાઇટના સમયનું પાલન, ફૂડ-ક્વૉલિટી, કમ્ફર્ટ, ક્રૂ મેમ્બરોની સર્વિસ અને કસ્ટમરોની ફરિયાદો વગેરે મુદ્દે આ રૅન્ક આપવામાં આવે છે. ૫૪ દેશોના પ્રવાસીઓએ આપેલા ફીડબૅકના આધારે રૅન્ક નક્કી કરવામાં આવે છે.
૨૦૧૮થી કતર ઍરવેઝ દુનિયાની સૌથી બેસ્ટ ઍરલાઇન્સ બની રહી હતી, પણ આ વર્ષે એનું સ્થાન બ્રસેલ્સ ઍરલાઇન્સે મેળવી લીધું છે.