પ્રવાસીઓને હાથે લખેલા બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
માઇક્રોસૉફ્ટના ક્રાઉડસ્ટ્રાઇકમાં ઉદ્ભવેલી ખામીને કારણે ગઈ કાલે ભારતમાં ઇન્ડિગો ઍરલાઇન્સે ૧૯૨ ફ્લાઇટ્સ રદ કરી હતી અને વિવિધ ઍરલાઇન્સની કુલ ૨૦૦ ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી હતી. આ મુદ્દે ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અમને સૌથી વધારે અસર પડી છે. અમે મૅન્યુઅલ સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું છે. દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોર ઍરપોર્ટ પર અમારી સર્વિસિસને સૌથી વધારે અસર પડી છે. ચાર મહાનગરોનાં ઍરપોર્ટ પર અમે વૉર-રૂમ્સ તૈયાર કરી છે. ભારતમાં ગઈ કાલે ૩૬૫૨ ફ્લાઇટ્સ શેડ્યુલ્ડ હતી. હૈદરાબાદમાં ૩૦ અને ઇન્દોરમાં ૧૨ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી. બૅન્ગલોરમાં ૯૦ ટકા ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી.’
અકાસા, વિસ્તારા, સ્પાઇસ જેટ અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી ઍરલાઇન્સને બુકિંગ, ચેક-ઇન અને ફ્લાઇટ અપડેટ સર્વિસમાં અસર પડી હતી. દિલ્હી અને ગોવા સહિત અનેક ઍરપોર્ટ પર ફ્લાઇટ સંબંધી જાણકારી આપતાં ડિસ્પ્લે બંધ થતાં હાથે લખીને બોર્ડ મૂકવાનો વારો આવ્યો હતો. પ્રવાસીઓને હાથે લખેલા બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા.