દુશ્મન સામે દરેક ભારતીય દીવાલ બનીને ઊભો રહે : વડા પ્રધાન
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા પક્ષના કાર્યકરો સાથે સંવાદ દરમ્યાન જણાવ્યું હતું કે ‘આતંકવાદી હુમલા સાથે દુશ્મનોનો ઉદ્દેશ દેશની પ્રગતિ રોકવાનો હોય છે. તેમના એ ઉદ્દેશની સામે દરેક ભારતીય નાગરિકે દીવાલ બનીને ઊભા રહેવાનું છે. આપણે લડીશું, કામ કરીશું અને જીતીશું.’
આ પણ વાંચો : Surgical Strike 2 અપડેટઃ ત્રણેય સેનાઓએ આપ્યો ભરોસો, આપણે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર
ADVERTISEMENT
પુલવામા ટેરર અટૅક અને બાલાકોટ ઍર-સ્ટ્રાઇક પછીના માહોલમાં નમો ઍપના માધ્યમથી દેશભરમાં ૧૫,૦૦૦ ઠેકાણે પક્ષના કાર્યકરોને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે ‘આખો દેશ આજે એકજૂટ થઈને આપણા સૈનિકો અને સલામતી દળોના જવાનોની સાથે ઊભો છે. આપણા વીર જવાનો સરહદ પર અને સૈનિકો સીમા પાર પણ પરાક્રમ બતાવી રહ્યા છે. દેશવાસીઓ રાષ્ટ્રનિર્માણના મહાન યજ્ઞમાં જે જવાબદારીથી જોડાયા છે એ જવાબદારી તેઓ પૂર્ણપણે નિભાવે અને પહેલાંથી વધારે ગતિથી કામ કરે.’