યુદ્ધવીર અને સાવિત્રીદેવી સ્કૂટી પર જઈ રહ્યાં હતાં ત્યારે રૉન્ગ સાઇડથી ફુલ સ્પીડમાં આવી રહેલી બ્રીઝા કારે તેમને ટક્કર મારી હતી. જેમાં કાર ઊંધી વળી ગઈ હતી
રૉન્ગ સાઇડમાં ફુલ સ્પીડમાં આવી રહેલી બ્રીઝા કારે સ્કૂટીને ટક્કર મારતાં મનુ ભાકરનાં નાની અને મામાનાં મૃત્યુ થયાં હતાં.
ભારતીય શૂટર અને ખેલ રત્નથી સન્માનિત મનુ ભાકરના ૫૦ વર્ષના મામા યુદ્ધવીર સિંહ અને ૭૦ વર્ષનાં નાની સાવિત્રીદેવીનાં રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયાં છે. ગઈ કાલે સવારે ૯ વાગ્યે ચરખી દાદરીમાં મહેન્દ્રગઢ બાયપાસ પર આ ઍક્સિડન્ટ થયો હતો. યુદ્ધવીર અને સાવિત્રીદેવી સ્કૂટી પર જઈ રહ્યાં હતાં ત્યારે રૉન્ગ સાઇડથી ફુલ સ્પીડમાં આવી રહેલી બ્રીઝા કારે તેમને ટક્કર મારી હતી. જેમાં કાર ઊંધી વળી ગઈ હતી. બન્નેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. કારનો ડ્રાઇવર ફરાર થયો હતો. બન્નેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.

