આ કોચ ઉમેરવાને કારણે રોજ આઠ લાખ પ્રવાસીઓને ફાયદો થશે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન રેલવેઝ નવેમ્બર મહિનાના અંત સુધીમાં ૩૭૦ રેગ્યુલર ટ્રેનોમાં એક હજાર વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS)ના કોચ ઉમેરશે, જેનાથી બજેટ-ટ્રાવેલ કરતા રોજ આશરે એક લાખ પ્રવાસીઓને ફાયદો થશે. આ ઉપક્રમના લીધે તહેવારો અને પીક-ટ્રાવેલ સીઝનમાં જનરલ ક્લાસના ડબ્બાઓમાં પ્રવાસ કરતા લોકોને ગિરદીમાંથી થોડી રાહત મળશે.
રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપકુમારના જણાવ્યા મુજબ ૨૦૨૫ના અંત સુધીમાં આ રીતે રેગ્યુલર ટ્રેનોમાં આશરે ૧૦,૦૦૦ નૉન-ઍર કન્ડિશન્ડ કોચ લગાવશે, જેમાંથી ૬૦૦૦ કોચ જનરલ ક્લાસ અને બાકીના ૪૦૦૦ સ્લિપર ક્લાસના રહેશે. આ કોચ ઉમેરવાને કારણે રોજ આઠ લાખ પ્રવાસીઓને ફાયદો થશે. આટલા કોચ લગાવવાને કારણે દેશમાં બજેટ-ટ્રાવેલ કરતા લોકોને ઘણો ફાયદો થશે અને તેમના ગંતવ્યસ્થાન સુધી તેઓ આસાનીથી પહોંચી શકશે.