ચાંચિયાઓએ ઈરાની ધ્વજવાળા માછીમારી જહાજને હાઇજૅક કરી લીધું હતું જેમાં ૧૭ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
સોમાલિયાના પૂર્વ કિનારા
ભારતીય યુદ્ધજહાજ આઇએનએસ સુમિત્રાએ સોમાલિયાના પૂર્વ કિનારે ઈરાનના જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવીને મોટું ઑપરેશન પાર પાડ્યું હતું. ચાંચિયાઓએ ઈરાની ધ્વજવાળા માછીમારી જહાજને હાઇજૅક કરી લીધું હતું જેમાં ૧૭ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ભારતીય નૌકાદળના પ્રવક્તા વિવેક મઢવાલના જણાવ્યા અનુસાર, ‘સોમાલિયાના પૂર્વના કિનારે અને એડનની ખાડીમાં ઍન્ટિ-પાઇરસી ઑપરેશન પર તહેનાત આઇએનએસ સુમિત્રાએ ઈરાનના ધ્વજવાળા માછીમારી જહાજ ‘ઇમાન’ના અપહરણ વિશેના ડિસ્ટ્રેસ કૉલનો જવાબ આપ્યો હતો. ચાંચિયાઓએ ફિશિંગ જહાજ હાઇજૅક કરીને ક્રૂ મેમ્બર્સને બાનમાં લીધા હતા. આઇએનએસ સુમિત્રાએ જહાજને અટકાવ્યું હતું અને ચાંચિયાઓને દબાણમાં લાવ્યું હતું. તમામ એસઓપી પૂર્ણ કરીને બોટ સાથેના ૧૭ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જહાજને સૅનિટાઇઝ કર્યા બાદ આગળ ટ્રાન્ઝિટ માટે મોકલવામાં આવ્યું હતું.’

