ભારતીય કોસ્ટગાર્ડનો સૌથી મોટો સપાટો
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન સમુદ્રમાંથી એક માછીમારી બોટમાંથી પાંચ ટન ડ્રગ્સ જપ્ત કર્યું
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન સમુદ્રમાંથી એક માછીમારી બોટમાંથી પાંચ ટન (આશરે ૫૦૦૦ કિલો) ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ વિસ્તારમાં માછીમારી બોટમાંથી આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત થવાનો આ પહેલો બનાવ છે. આ પહેલાં ગુજરાતના સમુદ્રમાંથી આ મહિનાની શરૂઆતમાં ૭૦૦ કિલો ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ મુદ્દે સંરક્ષણ ખાતાના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આંદામાન વિસ્તારમાં આટલી મોટી માત્રામાં પહેલી વાર ડ્રગ્સ ઝડપાયું છે. દેશમાં નશીલા પદાર્થો ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ કરવાના ભાગરૂપે ડ્રગ-સ્મગલિંગની કાર્ટેલ વિરુદ્ધ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સાગર મંથન-૪ના નામે આ ઑપરેશન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને મળેલાં ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે ચાલી રહ્યું છે.’