આર્મીએ જણાવ્યું હતું કે ‘મહિલાઓની આગેવાનીમાં ઉશ્કેરાયેલા મોટા ટોળા વિરુદ્ધ હિંસક ઍક્શનથી થનારી જાનહાનિનો વિચાર કરીને સંવેદનશીલતા દાખવીને લોકલ લીડરના તમામ ૧૨ કૅડર્સને પાછા સોંપી દેવાનો સમજી-વિચારીને નિર્ણય લેવામાં આવ્યો.’
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મણિપુરમાં ઉગ્રવાદીઓ સામેની લડાઈમાં ઇન્ડિયન આર્મી માટે એક નવો જ પડકાર ઊભો થઈ ગયો હતો. મણિપુરના ઇથમ ગામમાં ઇન્ડિયન આર્મીએ ૧૨ ઉગ્રવાદીઓને ગઈ કાલે મુક્ત કરવા પડ્યા હતા, કેમ કે મહિલાઓની આગેવાનીમાં ૧૨૦૦થી વધુ લોકોના ટોળાએ ઇન્ડિયન આર્મીની આ ટુકડીને ઘેરી લીધી હતી. આર્મીએ માનવીય અભિગમ રાખ્યો અને નાગરિકોના જીવનને જોખમમાં ન મૂકવાનો નિર્ણય કર્યો. લગભગ એક દિવસ સુધી ચાલેલા આ ઘર્ષણનો અંત લાવવા માટે ઉગ્રવાદીઓને મુક્ત કરાયા હતા. આર્મીએ જણાવ્યું હતું કે ‘મહિલાઓની આગેવાનીમાં ઉશ્કેરાયેલા મોટા ટોળા વિરુદ્ધ હિંસક ઍક્શનથી થનારી જાનહાનિનો વિચાર કરીને સંવેદનશીલતા દાખવીને લોકલ લીડરના તમામ ૧૨ કૅડર્સને પાછા સોંપી દેવાનો સમજી-વિચારીને નિર્ણય લેવામાં આવ્યો.’ આર્મીએ આ મૅચ્યોર નિર્ણય લેવા બદલ આ ઑપરેશનના કમાન્ડર ઇનચાર્જની પ્રશંસા કરી હતી.