આ ફાઇટર જેટ્સે પૂર્વીય સેક્ટરમાં હાસિમારા ઍર ફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી અને તેમણે જુદી-જુદી કવાયત કરી હતી અને એક્ચ્યુઅલ ઑપરેશન પાર પાડવાનું હોય એવી સ્થિતિમાંથી બહાર આવ્યાં હતાં.
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં લાંબા અંતરનું મિશન પાર પાડી રહેલાં ઇન્ડિયન ઍર ફોર્સનાં ચાર રાફેલ જેટ્સ. તસવીર પી.ટી.આઇ.
ઇન્ડિયન ઍર ફોર્સનાં ચાર રાફેલ ફાઇટર ઍરક્રાફ્ટ્સે હિન્દ મહાસાગરમાં છ કલાક કરતાં વધારે સમય સુધી ‘વ્યુહાત્મક’ મિશન પાર પાડ્યું હતું. તેમણે લાંબા અંતર સુધી ત્રાટકવાની તેમની ક્ષમતા રજૂ કરી હતી.
આ ફાઇટર જેટ્સે પૂર્વીય સેક્ટરમાં હાસિમારા ઍર ફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી અને તેમણે જુદી-જુદી કવાયત કરી હતી અને એક્ચ્યુઅલ ઑપરેશન પાર પાડવાનું હોય એવી સ્થિતિમાંથી બહાર આવ્યાં હતાં. અપેક્ષા મુજબનાં રિઝલ્ટ્સ મેળવ્યા બાદ તેઓ બૅઝ પર પાછાં ફર્યાં હતાં.
ADVERTISEMENT
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચાઇનીઝ યુદ્ધજહાજો અને ફાઇટર જેટ્સની હાજરી વધી છે ત્યારે એવા સમયે ઇન્ડિયન ઍર ફોર્સે આ મિશન પાર પાડ્યું હતું.