સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંરક્ષણ ખરીદી પરિષદ દ્વારા ખરીદીના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રાલયે એક નોંધપાત્ર પગલામાં ઘરેલુ ઉદ્યોગો પાસેથી ૭૬,૩૯૦ કરોડ રૂપિયાના મૂલ્યની શસ્ત્રસામગ્રી ખરીદવા માટે ગઈ કાલે મંજૂરી આપી હતી.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંરક્ષણ ખરીદી પરિષદ દ્વારા ખરીદીના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
ઇન્ડિયન નેવી માટે આ પરિષદે લગભગ ૩૬,૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યની નેક્સ્ટ જનરેશન કોર્વેટેસ્ (નાના યુદ્ધજહાજ)ની ખરીદી માટે મંજૂરી આપી હતી. સાથે જ હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડના સુ-૩૦ એમકેઆઇ ઍરો-એન્જિન્સ અને ડૉર્નિયર ઍરક્રાફ્ટના ઉત્પાદન માટેના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.