ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગનાઇઝેશન (DRDO) તરફથી પહેલી વાર આ ૩૦ કિલોવૉટ લેસર આધારિત હથિયાર-પ્રણાલીનું ક્ષમતા-પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ગઈ કાલે આંધ્ર પ્રદેશના કુર્નુલમાં એક વાહનમાં ગોઠવાયેલા લેસર ડાયરેક્ટેડ વેપનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
ભારતે હવે લેસર હથિયાર પ્રણાલીથી દુશ્મનનાં ડ્રોન અને મિસાઇલને ઠાર કરવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગનાઇઝેશન (DRDO) તરફથી પહેલી વાર આ ૩૦ કિલોવૉટ લેસર આધારિત હથિયાર-પ્રણાલીનું ક્ષમતા-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે આંધ્ર પ્રદેશના કુર્નુલમાં એનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રણાલીનો ઉપયોગ કરીને ફિક્સ્ડ વિન્ગ ઍરક્રાફ્ટ, મિસાઇલ અને સ્વૉર્મ ડ્રોનને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આવું કરીને ભારત અમેરિકા, ચીન અને રશિયા સહિત ગણતરીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમણે આવી ક્ષમતા દર્શાવી છે.
વિશેષતાઓ
ADVERTISEMENT
આ લેસર હથિયાર ૩૬૦ ડિગ્રી સેન્સરથી સજ્જ છે, જે કોઈ પણ દિશામાં સચોટ રીતે નિશાન સાધવા માટે સક્ષમ છે.
એને હવા, ટ્રેન, રોડ કે દરિયાઈ માર્ગે તાત્કાલિક તહેનાત કરી શકાય છે.
એની ડિઝાઇન એટલી લવચીક છે કે એને વિવિધ લશ્કરી જરૂરિયાતોને અનુરૂપ બનાવી શકાય છે.
એ પાંચ કિલોમીટરના અંતરે ડ્રોન, હેલિકૉપ્ટર અને મિસાઇલ જેવા હવાઈ ખતરાઓનો નાશ કરી શકે છે.
એ દુશ્મનના સંદેશવ્યવહાર અને ઉપગ્રહ સિગ્નલોને જૅમ કરી શકે છે.

