અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મિસાઇલના ત્રણ સફળ ડેવલપમેન્ટ ટ્રાયલ બાદ એ પહેલું પ્રી-ઇન્ડક્શન નાઇટ લૉન્ચ હતું, જેનાથી સિસ્ટમની એક્યુરસી અને વિશ્વસનીયતાને સમર્થન મળ્યું છે.
ઓડિશાના કાંઠે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આઇલૅન્ડ પર નવી જનરેશનની બૅલેસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલને મૉનિટર કરવા માટે રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ સહિત બે જહાજ તહેનાત કરવામાં આવ્યાં હતાં.
નવી જનરેશનની બૅલેસ્ટિક મિસાઇલ ‘અગ્નિ પ્રાઇમ’નું ગઈ કાલે ઓડિશાના કાંઠે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્સ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન) દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આઇલૅન્ડ પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ ઉદ્દેશોને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મિસાઇલના ત્રણ સફળ ડેવલપમેન્ટ ટ્રાયલ બાદ એ પહેલું પ્રી-ઇન્ડક્શન નાઇટ લૉન્ચ હતું, જેનાથી સિસ્ટમની એક્યુરસી અને વિશ્વસનીયતાને સમર્થન મળ્યું છે. એને અગ્નિ-પીના નામથી પણ ઓળખવામાં આવે છે. એની રેન્જ એકથી બે હજાર કિલોમીટરની છે. ૩૪.૫ ફુટ લાંબી મિસાઇલ પર એક કે અનેક ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વેહિકલ વૉરહેડ લગાડી શકાય છે.