ભારતનું પારંપરિક પીણું નવી ગોલી પૉપ સોડા બ્રૅન્ડ અંતર્ગત અમેરિકા, બ્રિટન, યુરોપ અને અખાતી દેશોમાં એની ટ્રાયલ સફળ રહી છે અને એની બમ્પર ડિમાન્ડ નીકળી છે.
ગોટીસોડા
ભારતમાં ભલે વિદેશી પેપ્સી કોલા જેવાં પીણાં ફેમસ હોય, પરંતુ આપણી દેશી ગોટીસોડા હવે વિદેશોમાં ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને અખાતી પ્રદેશોના સુપરમાર્કેટ્સમાં પૉપ ગોલી સોડા જબરી ડિમાન્ડમાં છે. ઍગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (APEDA)એ જાહેર કરેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ભારતનું પારંપરિક પીણું નવી ગોલી પૉપ સોડા બ્રૅન્ડ અંતર્ગત અમેરિકા, બ્રિટન, યુરોપ અને અખાતી દેશોમાં એની ટ્રાયલ સફળ રહી છે અને એની બમ્પર ડિમાન્ડ નીકળી છે.

