અમેરિકાનાં બાળકો ઘણો એક્સ્પીરિયન્સ ધરાવે છે. તેઓ ૧૬ વર્ષની ઉંમરથી મૅક્ડોનલ્ડ્સમાં કામ કરવા માંડે છે.
લાઇફમસાલા
અશનીર ગ્રોવર
શાર્ક ટૅન્ક ઇન્ડિયાના ભૂતપૂર્વ જજ અને ભારતપેના ભૂતપૂર્વ ડિરેક્ટર અશનીર ગ્રોવરના કહેવા મુજબ ભારત કરતાં અમેરિકાના યુવાનોને લાઇફમાં જલદી એક્સપોઝર મળી જાય છે. અશનીર ગ્રોવરે હાલમાં એક પૉડકાસ્ટમાં હાજરી આપી હતી અને એ દરમ્યાન તેમણે કહ્યું હતું કે ‘આપણને લાગે છે કે અમેરિકાના લોકો બાળક જેવા છે, પરંતુ એ એકદમ ઊલટું છે. અમેરિકાનાં બાળકો ઘણો એક્સ્પીરિયન્સ ધરાવે છે. તેઓ ૧૬ વર્ષની ઉંમરથી મૅક્ડોનલ્ડ્સમાં કામ કરવા માંડે છે. ઇન્ડિયામાં આજની જે જનરેશન આવી રહી છે એટલે કે ૨૦ વર્ષના યુવાનો છે તેઓ કોચલામાં રહે છે. તમે એક એવી સોસાયટીમાં રહો છો જેનો ગેટ બંધ છે. ગેટની બહાર દુનિયા કેવી રીતે ચાલે છે એની તેમને બિલકુલ ખબર નથી હોતી.’