Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયા મોબાઇલ કૉન્ગ્રેસમાં આકાશ અંબાણીનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે સૂચન

ઇન્ડિયા મોબાઇલ કૉન્ગ્રેસમાં આકાશ અંબાણીનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે સૂચન

Published : 16 October, 2024 12:26 PM | Modified : 16 October, 2024 12:28 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં AI માટે આત્મનિર્ભર રણનીતિ ઘડવામાં આવે, ડેટા પૉલિસી ૨૦૨૦માં સુધારો કરવામાં આવે

ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બ્લીની આઠમી સીઝનનું ઉદ‍્ઘાટન કર્યું હતું, આકાશ અંબાણી

ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બ્લીની આઠમી સીઝનનું ઉદ‍્ઘાટન કર્યું હતું, આકાશ અંબાણી


દિલ્હીના ભારત મંડપમમાં ગઈ કાલે ઇન્ડિયા મોબાઇલ કૉન્ગ્રેસ (IMC)ની ભવ્ય શરૂઆત થઈ હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રિલાયન્સ જિયોના ચૅરમૅન આકાશ અંબાણીએ સરકારને બે સૂચન કર્યાં હતાં; આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આપણું જીવન બદલી રહી છે એથી મારું સૂચન છે કે ૨૦૪૭ના વર્ષ સુધીમાં વિકસિત ભારતનાં સપનાંને પૂરાં કરવા માટે આત્મનિર્ભર પ્રયાસ ધરાવતી રણનીતિ ભારતે ઘડી કાઢવી જોઈએ અને ભારતે એની ડેટા પૉલિસીમાં સુધારો કરવો જોઈએ.


શું-શું કહ્યું આકાશ અંબાણીએ? 



દેશના વિકાસમાં AI ખૂબ જરૂરી છે ભારતમાં ડેટા જનરેશનનું સ્તર અને સ્પીડ ઝડપથી વધી રહ્યાં છે અને AIની સાથે એ હજી ઝડપથી વધશે. દેશમાં AI અને મશીન લર્નિંગ ડેટા સેન્ટર સ્થાપવાની જરૂર છે. એ માટે સરકાર તરફથી ભારતીય કંપનીઓને પ્રોત્સાહન મળવું જોઈએ


ડેટા સેન્ટર પૉલિસી ૨૦૨૦ના ડ્રાફ્ટને જલદીથી અપડેટ કરવામાં આવે. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે ખૂબ જરૂરી છે. જિયોએ ભારતની દરેક વ્યક્તિ સુધી AIના ફાયદા પહોંચાડવાના પ્રયાસ શરૂ કરી દીધા છે જે અમે સૌથી પહેલાં મોબાઇલ બ્રૉડબૅન્ડ સાથે કર્યું હતું.

અમે પરવડી શકે એવા દરે પાવરફુલ AI મૉડલ અને સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. એ માટે અમે એક નૅશનલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારને તૈયાર કરી રહ્યા છીએ. આજે ભારતીય મોબાઇલ કંપનીઓ અને ફૂલી-ફાલી રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને કારણે ભારત વિકસિત દેશો સહિત દુનિયાભરને AI સૉલ્યુશન્સ આપી શકે છે. સરકાર દ્વારા ઉદ્યોગ અને ઇનોવેશનને આગળ વધારવા માટે ભારતમાં સૌથી મોટી ડિજિટલ ક્રાન્તિ આવી છે. ૧૪૫ કરોડ લોકોની જરૂરિયાતને પૂરી કરવા માટે સરકાર અને ઉદ્યોગો તાલમેલ સાથે કામ કરી રહ્યાં છે.


મોદીજીની કરી પ્રશંસા

આકાશ અંબાણીએ ઇન્ટરનૅશનલ ટેલિકૉમ યુનિયન (ITU) વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન ઍસેમ્બલી (WTSA)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ‘નવા ભારતમાં, મોદીજીના ભારતમાં હવે પહેલાં જેવું કામ થતું નથી. ૧૪૫ કરોડ ભારતવાસીઓની જરૂરિયાતો અને અપેક્ષાને પૂરી કરવા માટે અને તેમને વિશ્વસ્તરીય સર્વિસ આપવા માટે સરકાર અને બિઝનેસ ઇન્ડસ્ટ્રી વચ્ચે અસામાન્ય તાલમેલ છે. યુવા ભારતના પ્રતિનિધિના રૂપમાં હું યુવાઓની સાથે આપના અવિશ્વસનીય જોડાણ અને અસંભવ લાગતાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અમને પ્રેરિત કરવા બદલ આપને ધન્યવાદ આપું છું. હિન્દીમાં કહેવાય છે કે મોદી હૈ તો મુમકિન હૈ.’

શું છે આ કાર્યક્રમ?

ઇન્ડિયા મોબાઇલ કૉન્ગ્રેસની બેઠકમાં 6G ટેક્નૉલૉજીમાં ભારતની આગેકૂચ અને ટેલિકૉમ સેક્ટરનાં આધુનિક ઇનોવેશન્સને રજૂ કરવામાં આવ્યાં છે. કાર્યક્રમની થીમ ‘ધ ફ્યુચર ઇઝ નાઓ’ છે. એમાં એજ કમ્પ્યુટિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, સાઇબર સિક્યૉરિટી, સેમિકન્ડક્ટર, ગ્રીન ટેક્નૉલૉજી અને ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગની વાત રજૂ કરવામાં આવી છે.

આ મંચ પરથી આકાશ અંબાણીએ વચન પણ આપ્યું કે ભારત ન તો માત્ર મોબાઇલ ઇનોવેશનમાં આગળ હશે પણ અમે એક કનેક્ટેડ, ઇન્ટેલિજન્ટ ભવિષ્ય માટે AIની તાકાતને અપનાવીશું અને એને કારણે રોજગારમાં પણ વધારો જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 12:28 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK