ગયા વર્ષે ભારતે ૧૫,૨૩,૭૨,૪૦,૨૦,૦૦૦ રૂપિયાનાં સાધનો અને સર્વિસ એક્સપોર્ટ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ડિઝાઇન થયેલાં અને બનાવવામાં આવેલાં સાધનો દુનિયાભરના ૧૦૦થી વધુ દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યાં છે. ગયા વર્ષે ભારતે ૧૫,૨૩,૭૨,૪૦,૨૦,૦૦૦ રૂપિયાનાં સાધનો અને સર્વિસ એક્સપોર્ટ કરી હતી. દુનિયાભરમાં ટેલિકૉમ કંપનીઓમાં જોરદાર કૉમ્પિટિશન હોવા છતાં ભારત ખૂબ સારું નામ કમાવ્યું છે. ભારત ઘણા દેશોને આ સાધનો એક્સપોર્ટ કરે છે જેમાં અમેરિકાનો પણ સમાવેશ છે. ઇન્ડિયાએ ઇન્ફૉર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજીમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ખૂબ જોરદાર વિકાસ કર્યો છે. ઇન્ડિયન આર્મીએ હાલમાં તેમની કમ્યુનિકેશન સિસ્ટમમાં ભારતે બનાવેલી પહેલી 4G અને 5G ચિપનો સમાવેશ કર્યો છે. ભારતે બનાવી હોવાથી આર્મી હવે પોતાના કમ્યુનિકેશન પર પહેલાં કરતાં વધુ કન્ટ્રોલ રાખી શકશે. ઇન્ડિયા હાલમાં આફ્રિકન દેશોમાં વધુ પડતું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. આ દેશોમાં ઇન્ડિયા ટેલિકૉમનાં સાધનોને વધુ પ્રમાણમાં ઇમ્પોર્ટ કરી રહ્યું છે.

