Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત ચોક્કસ જ મારા માટે સ્પેશ્યલ છેઃ સુનક

ભારત ચોક્કસ જ મારા માટે સ્પેશ્યલ છેઃ સુનક

09 September, 2023 11:20 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુકેના વડા પ્રધાન રિશી સુનક G20 સમિટને અટેન્ડ કરવા માટે ગઈ કાલે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા.

નવી દિલ્હીમાં ગઈ કાલે G20 સમિટ અટેન્ડ કરવા માટે દિલ્હી ઍરપોર્ટ પર પહોંચેલા યુકેના વડા પ્રધાન રિશી સુનક અને તેમનાં વાઇફ અક્ષતા મૂર્તિનું સ્વાગત કરી રહેલા કન્ઝ્યુમર બાબતો, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન અશ્વિની કુમાર ચૌબે.  એ.એન.આઇ.

નવી દિલ્હીમાં ગઈ કાલે G20 સમિટ અટેન્ડ કરવા માટે દિલ્હી ઍરપોર્ટ પર પહોંચેલા યુકેના વડા પ્રધાન રિશી સુનક અને તેમનાં વાઇફ અક્ષતા મૂર્તિનું સ્વાગત કરી રહેલા કન્ઝ્યુમર બાબતો, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન અશ્વિની કુમાર ચૌબે. એ.એન.આઇ.


નવી દિલ્હી (એ.એન.આઇ.)ઃ યુકેના વડા પ્રધાન રિશી સુનક G20 સમિટને અટેન્ડ કરવા માટે ગઈ કાલે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. તેમની સાથે તેમનાં વાઇફ અક્ષતા મૂર્તિ પણ હતાં. કન્ઝ્યુમર બાબતો, ફૂડ અને પબ્કિલ ડિસ્ટ્રિબ્યુશન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન અશ્વિની કુમાર ચોબેએ ઍરપોર્ટ પર સુનક અને તેમનાં વાઇફને આવકાર્યાં હતાં. 
સુનક અને તેમનાં વાઇફને આવકારવા માટે ડાન્સર્સના એક ગ્રુપે ટ્રેડિશનલ ઇન્ડિયન ડાન્સ પર્ફોર્મ કર્યો હતો. વડા પ્રધાન તરીકેની રિશી સુનકની આ પ્રથમ ઇન્ડિયા વિઝિટ છે. સોર્સિસે જણાવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી આજે રિશી સુનક સાથે દ્વિપક્ષીય મીટિંગ કરશે. 
રિશી સુનકે ગઈ કાલે કહ્યું હતું કે G20 સમિટ માટેની તેમની ​ભારતની મુલાકાત અત્યંત સ્પેશ્યલ છે. તેમણે મજાકમાં એમ પણ કહ્યું હતું કે તેમને ભારતના જમાઈ કહેવામાં આવ્યા હતા, કેમ કે તેમણે ભારતીય અક્ષતા મૂર્તિની સાથે મૅરેજ કર્યાં છે. 
તેમણે કહ્યું હતું કે ‘ભારત ચોક્કસ જ મારા માટે સ્પેશ્યલ છે. મેં ક્યાંક જોયું હતું કે મને ભારતનો જમાઈ કહેવામાં આવ્યો હતો. મને આશા છે કે એ સ્નેહથી કહેવામાં આવ્યું હશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2023 11:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK