અમેરિકાએ કહ્યું કે તે ભારત સાથે છે. ચીન ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે.
જો બાઈડન
અરુણાચાલ પ્રદેશના તવાંગ (Tawang)માં ભારત અને ચીન સૈનિકો વચ્ચે થયેલી ઝડપ બાદ અમેરિકા(America)એ આને બીઝિંગની ઉશ્કેરણીજનક કાર્યવાહી તરીકે ગણાવ્યું છે. ભારત-ચીન(Bharat-china)સીમાના તવાંગમાં થયેલી ટક્કર પર અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડા પ્રાઈસે કહ્યું કે ભારત અમેરિકાનું રણનીતિક ભાગીદાર છે. અમે ભારત સાથે દિલ્હી અને વૉશિંગ્ટનમાં સતત સંપર્કમાં છીએ.
અમેરિકા એકતરફી તરીકેના સીમા ફેરફારના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરે છે.
ADVERTISEMENT
અમેરિકાએ કહ્યું કે તે ભારત સાથે છે. ચીન ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકા પોતાના મિત્ર દેશો સાથે હંમેશાં રહેશે. વ્હાઈટ હાઉસમાં મંગળવારે જો બાઈડન(Joe Biden)સરકારે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ભારત અને ચીન બંને અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં થયેલી ઝડપ બાદ પાછળ હટી જાય.
પ્રેસ કોન્ફરસન્સ દરમિયાન વ્હાઈટ હાઉસના મીડિયા સચિન કારાઈન જીન પિયરે(Karine Jean-Pierre)એ કહ્યું કે અમેરિકા બંને દેશો વચ્ચેની સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે બંને પક્ષોએ વિવાદતિ સીમા પર ચર્ચા કરવા માટે દ્વિપક્ષીય માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો:ચીને ફરી કર્યો ઘુસણખોરીનો પ્રયાસ: અરુણાચલના તવાંગમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ
ભારતને અમારું સંપૂર્ણ સમર્થન
આ સાથે જ પેંટાગને મંગળવારે કહ્યું કે અમેરિકી રક્ષા વિભાગ ભારત-ચીન સીમા પર એલએસીની ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, "અમેરિકાએ જોયું કે ચીન LACના વિસ્તારમાં સૈનિકો જમાવી રહ્યું છે અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ પરિસ્થિતિને ઘટાડવાના ભારતના ચાલુ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે."
પેટ રાઈડરે કહ્યું કે અમે અમારા સહયોગી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા પર કાયમ રહીશું. ભારતના તણાવ ઘટાડવાના પ્રયાસને અમે પુર્ણ સમર્થન આપીએ છીએ. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે દુનિયા જાણે છે કે ચીન કેવી રીતે તાનાશાહી કરીને સીમા પર સૈન્યને એકઠું કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે.
તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ મંગળવારે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ બાદ ભારત-ચીન સરહદ પર તણાવ ઓછો કરવાની હાકલ કરી છે.
આ પણ વાંચો:તવાંગ પર છે દસકાઓથી ચીનનો ડોળો, પણ હવે કેમ કર્યું દુઃસાહસ?
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને દેશના સૈનિકોને ઈજા થઈ છે. સામ-સામેના વિસ્તારમાં તૈનાત ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે. શુક્રવારની અથડામણમાં ઘાયલ થયેલા ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકોની સંખ્યા કરતા વધુ જણાવવામાં આવી રહી છે.
આ દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં કહ્યું કે ભારતીય સેનાના સૈનિકોએ 9 ડિસેમ્બરે અરુણાચલના તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું ઉલ્લંઘન કરવા બદલ ચીની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે.