રાજનાથ અને અમેરિકાના સંરક્ષણપ્રધાને મિલિટરી પ્લૅટફૉર્મ્સ અને હાર્ડવેરને ડેવલપ કરવા માટેના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવા માટે ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ સહકાર માટેના એક રોડમૅપને ફાઇનલ કર્યો
નવી દિલ્હીમાં ગઈ કાલે દ્વિપક્ષીય મીટિંગ બાદ અમેરિકાના સંરક્ષણપ્રધાન લૉયડ ઑસ્ટિન સાથે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ (તસવીર : પી.ટી.આઇ.)
ભારતે ગઈ કાલે અમેરિકાને સ્પષ્ટ જણાવ્યું હતું કે હથિયારો અને ટેક્નૉલૉજીની બાબતમાં એ પાકિસ્તાન પર ભરોસો ન કરે કેમ કે, એનો મિસયુઝ થઈ શકે છે અને એના લીધે પ્રદેશમાં અસ્થિરતા આવી શકે છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અમેરિકાના સંરક્ષણપ્રધાન લૉયડ ઑસ્ટિન વચ્ચેની મીટિંગ દરમ્યાન આ મેસેજ આપવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકાએ બન્ને દેશો દ્વારા સાથે મળીને મિલિટરી પ્લૅટફૉર્મ્સ અને હાર્ડવેરને ડેવલપ કરવા માટેના પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ સહકાર માટેના એક મહત્ત્વાકાંક્ષી રોડમૅપને ફાઇનલ કર્યો છે. નોંધપાત્ર છે કે ચીન સતત હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં તનાવ સર્જી રહ્યું છે ત્યારે એવામાં આ પગલું લેવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતનાં બે અઠવાડિયાં પહેલાં રાજનાથ અને ઑસ્ટિન વચ્ચેની વાતચીતમાં આ રોડમૅપ ફાઇનલ કરાયો છે. રાજનાથ અને ઑસ્ટિને અમેરિકન કંપની જનરલ ઍટોમિક્સ ઍરોનૉટિકલ સિસ્ટમ્સ ઇન્ક પાસેથી ૨૪૭.૮૯ અબજ રૂપિયામાં ૩૦ એમક્યૂ-૯બી આર્મ્ડ ડ્રોન્સની ખરીદી કરવાના ભારતના પ્લાન વિશે પણ ચર્ચા કરી હતી.
મોદીની અમેરિકાની મુલાકાત દરમ્યાન મહત્ત્વના કરાર થશે?
ADVERTISEMENT
ઑસ્ટિને કહ્યું હતું કે ‘અમે બન્ને દેશોની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વચ્ચેના સહકાર વધારવા રોડમૅપ સ્થાપિત કર્યો છે. આગામી મુલાકાત દરમ્યાન કેટલાક પ્રોજેક્ટ્સ પર આગળ વધવા અમે આતુર છીએ.’ તેમણે આ રીતે મોદીની આગામી અમેરિકાની ટૂર તરફ ઇશારો કર્યો હતો.