ટેન બેસ્ટ ઈઝ ઑફ લિવિંગ સિટીમાં 6 તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં છે
ફાઈલ ફોટો
ઇઝ ઑફ લિવિંગ એટલે કે રહેવાલાયક દેશનાં સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરાઈ છે. ગુજરાતનાં ત્રણ શહેરો સામેલ થયાં છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટૉપ-ટેનમાં દેશના મેટ્રો સિટીમાં બૅન્ગલોર સૌથી શ્રેષ્ઠ અને ઓછી વસ્તી ધરાવતા શહેરમાં શિમલા નંબર-વન પર છે. જ્યારે અમદાવાદ ટૉપ-ટેનમાં ત્રીજા નંબરે છે. સુરત પાંચમા, વડોદરા આઠમા નંબરે છે. આ સિવાય પુણે બીજા નંબરે, ચેન્નઈ ચોથા, નવી મુંબઈ છઠ્ઠા, કોઇમ્બતૂર સાતમા, ઇન્દોર નવમા અને ગ્રેટર મુંબઈ દસમા સ્થાને છે. ઇઝ ઑફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ ૨૦૨૦માં જાહેર કરાયેલી યાદીમાં સમાવિષ્ટ છે. શહેરની આર્થિક ક્ષમતાના આધાર પર બૅન્ગલોર, દિલ્હી, પુણે, અમદાવાદ અને થાણે દેશનાં ટૉપ-પાંચ શહેર છે. સિટિઝન્સ પરસેપ્શન સર્વેમાં ૧૧૧ શહેરોના ૩૨.૫ લાખ લોકોનો ફિડબૅક લેવામાં આવ્યો છે.
૧૦ લાખથી વધુ વસ્તીવાળાં શહેરોની યાદી
ક્રમ શહેર સ્કોર
૧. બૅન્ગલોર ૬૬.૭૦
૨. પુણે ૬૬.૨૭
૩. અમદાવાદ ૬૪.૮૭
૪. ચેન્નઈ ૬૨.૬૧
૫. સુરત ૬૧.૭૩
૬. નવી મુંબઈ ૬૧.૬૦
૭. કોઇમ્બતૂર ૫૯.૭૨
૮. વડોદરા ૫૯.૨૪
૯. ઇન્દોર ૫૮.૫૮
૧૦. ગ્રેટર મુંબઈ ૫૮.૨૩

