Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જેલમાં નાખો અને તમામ પદ પરથી હટાવો

જેલમાં નાખો અને તમામ પદ પરથી હટાવો

Published : 29 April, 2023 12:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેસલર્સનું બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન ચાલુ રહેશે

નીરજ ચોપડા

નીરજ ચોપડા



નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિરોધ-પ્રદર્શન કરી રહેલા રેસલર્સે એને જીત તરફનું પહેલું પગથિયું ગણાવ્યું છે. જોકે સાથે જ તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે અને બીજેપીના આ સંસદસભ્યને તમામ પદ પરથી હટાવવાની માગણી કરી રહ્યા છે. 
વિનેશ ફોગાટે કહ્યું કે ‘દિલ્હી પોલીસને એફઆઇઆર નોંધતાં ૬ દિવસ લાગ્યા. બ્રિજભૂષણને જેલમાં નાખવો જોઈએ અને જેટલાં પણ પદ પર છે તેને એ પદ પરથી હટાવવો જોઈએ.’
સાક્ષી મલિકે જંતરમંતરમાં પત્રકારોને જણાવ્યું હતું કે જીતની તરફ આ પહેલું પગથિયું છે, પરંતુ અમારું વિરોધ-પ્રદર્શન તો ચાલુ જ રહેશે. 
નીરજ ચોપડા ઉપરાંત શૂટર અભિનવ બિન્દ્રા, બૉક્સર નિખત ઝરીન, ક્રિકેટર્સ વીરેન્દર સેહવાગ, કપિલ દેવ, ઇરફાન પઠાણ તથા હરભજન સિંહ તેમ જ ભૂતપૂર્વ હૉકી પ્લેયર પરગટ સિંહે પણ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોને ટેકો આપ્યો છે.


 ન્યાયની માગણીને લઈને ઍથ્લીટ્સ રસ્તા પર છે એ જોઈને મને દુઃખ થાય છે. આપણા મહાન દેશનું પ્રતિનિધિત્વ કરવા આ ઍથ્લીટ્સે ખૂબ મહેનત કરી છે. એક દેશ તરીકે આપણે અખંડિતતા અને પ્રત્યેક વ્યક્તિની ગરિમાની સુરક્ષા માટે જવાબદાર છીએ. પછી એ ઍથ્લીટ હોય કે ન હોય. નીરજ ચોપડા, ઑલિમ્પિક ગોલ્ડ મેડ​લિસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2023 12:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK