ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે ICICI-Videocon લોન કેસમાં ડ્રાફ્ટ ચાર્જશીટ સબમિટ કરી છે.
ચંદા કોચર
ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે ICICI-Videocon લોન કેસમાં ડ્રાફ્ટ ચાર્જશીટ સબમિટ કરી છે. ICICI બેન્કના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ ચંદા કોચર, તેમના પતિ દીપક, વીડિયોકોન જૂથના વેણુગોપાલ ધૂત અને અન્ય સામે આ ડ્રાફ્ટ ચાર્જ સૂચવવામાં આવ્યો હતો.
EDએ પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે કોચરે ICICI બેંક પાસેથી 300 કરોડની લોન મંજૂર કરવા માટે ધૂત પાસેથી 64 કરોડ રૂપિયાની લાંચ સ્વીકારી હતી.
ADVERTISEMENT
ઇડીએ આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમો લગાવી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ દીપક કોચર ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે ચંદા કોચર અને ધૂતને અનુક્રમે ફેબ્રુઆરી અને માર્ચમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિશેષ અદાલતે જામીન આપ્યા હતા. તેમની સામે જાહેર સમન્સને માન આપીને કોર્ટ સમક્ષ હાજર થયા બાદ તેમને જામીન મળ્યા હતા. આ બે આરોપીઓની ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી.
કોચર, ધૂત અને અન્ય સામે સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગ માટે ફોજદારી કેસ દાખલ કર્યા બાદ ઇડીએ સપ્ટેમ્બર 2020માં દીપક કોચરની ધરપકડ કરી હતી.