આ ઘટના પહેલાં ફાઇટર ટીમને એની જાણ હતી. આમ છતાં તેઓ મિસાઇલ મિસફાયર થતાં રોકી શક્યા નહોતા.
પ્રતીકાત્મક તસવીર
બે વર્ષ પહેલાં ભારતે સુપરસૉનિક બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાન પર ફાયર કરી હતી એ સંબંધે ઇન્ડિયન ઍર ફોર્સે શુક્રવારે દિલ્હી હાઈ કોર્ટમાં ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે આ મિસાઇલ ભૂલથી ફાયર કરાઈ હતી. ૯ માર્ચ ૨૦૨૨ના રોજ મિસફાયર થયેલી આ મિસાઇલ પાકિસ્તાનમાં પડી હતી એટલે બે દેશો વચ્ચે સરહદ પર તંગદિલીનું વાતાવરણ ઊભું થયું હતું. પાકિસ્તાને આ ઘટનાનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. બ્રહ્મોસ મિસાઇલનાં કૉમ્બેટ કનેક્ટર્સ જંક્શન-બૉક્સ સાથે જોડાયેલાં હોવાને કારણે આ દુર્ઘટના બની હતી એમ જણાવીને ઇન્ડિયન ઍર ફોર્સે વધુમાં ઉમેર્યું હતું કે આ ઘટના પહેલાં ફાઇટર ટીમને એની જાણ હતી. આમ છતાં તેઓ મિસાઇલ મિસફાયર થતાં રોકી શક્યા નહોતા.
પચીસ કરોડનું નુકસાન
બ્રહ્મોસ મિસાઇલ મિસફાયર થવાને કારણે ભારત સરકારની તિજોરીને પચીસ કરોડ રૂપિયાનું નુકસાન થવાની સાથે દુનિયાભરમાં ઍર ફોર્સને નીચાજોણું થયું હતું.