અયોધ્યામાં થતાં ભવ્ય મંદિર નિર્માણથી લાલ કૃષ્ણ અડવાણી ખૂબ જ ખુશ છે. તેમણે રામ મંદિરને દિવ્ય સ્વપ્ન ગણાવ્યું છે જે હવે પૂરું થઈ રહ્યું છે.
એલ કે અડવાણી
રામ મંદિર આંદોલનના શીર્ષ નેતા અને પૂર્વ ગૃહમંત્રી લાલ કૃષ્ણ અડવાણી અયોધ્યામાં રામ મંદિર બનવાથી ખૂબ જ ખુશ છે. તેમણે અયોધ્યામાં તૈયાર કરવામાં આવતા રામ મંદિરને એક દિવ્ય સ્વપ્ન જાહેર કર્યો છે, જે હવે પૂરું થઈ રહ્યું છે. અડવાણીએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વધામણી આપી અને તેમણે ભગવાન રામ દ્વારા પોતાના મંદિરના જીર્ણોદ્ધાર માટે પસંદગી પામેલ ભક્ત પણ જણાવ્યા છે. રાજધર્મ પત્રિકા માટે લખેલા એક લેખમાં લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે તે આંદોલનના ફક્ત એક સારથી રહ્યા છે.