સુકેશની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સુકેશ ચંદ્રશેખર યુનિટેકના પ્રમોટર સંજય ચંદ્રા મારફત દીપક રામનાનીને મળ્યા હતા. સુકેશે દીપક રામનાની મારફતે અદિતિ સિંહ પાસેથી 57 કરોડ રૂપિયા લીધા હતા.
પટિયાલા કોર્ટમાં મહાઠગ સુકેશનો દાવો કર્યો
મંડોલી જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખર પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા બાદ ફરી એકવાર આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાજર થયા બાદ સુકેશે કહ્યું છે કે તેણે આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યા છે. સુકેશની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સુકેશ ચંદ્રશેખર યુનિટેકના પ્રમોટર સંજય ચંદ્રા મારફત દીપક રામનાનીને મળ્યા હતા. સુકેશે દીપક રામનાની મારફતે અદિતિ સિંહ પાસેથી 57 કરોડ રૂપિયા લીધા હતા.
ED અનુસાર, સુકેશે પોતે કબૂલાત કરી છે કે 57 કરોડ એકઠા થયા છે. સુકેશ પાસેથી મોબાઈલ અને કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. સુકેશે જણાવ્યું કે આ રકમમાંથી જેલ ઓથોરિટીને ભેટ મોકલવામાં આવી છે. મોહનરાજ માટે એક કાર ખરીદવામાં આવી છે, જેમાં લેમ્બોર્ગિની જેવા 26 લક્ઝરી વાહનો ખરીદવામાં આવ્યા છે. ડીજી તિહાર સંદીપ ગોયલને 5 કરોડ આપવામાં આવ્યા છે. બી મોહનરાજને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે 9 કરોડ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સ્મૃતિ ઈરાની પર ટિપ્પણી કરવા બદલ અજય રાય વિરુદ્ધ કેસ દાખલ, જાણો આખો મામલો
જૅકલીન ફર્નાન્ડીઝની પણ પૂછપરછ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝનું નામ પણ સામેલ છે. તેના પર આરોપ છે કે તેણે સુકેશ પાસેથી મોંઘી ભેટ લીધી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: Twitterમાં પીએમ મોદીના નામ સામેથી હટ્યું બ્લુ ટિક, આવું કેમ થયું? જાણો
જૅકલીન અને સુકેશ પણ છેતરપિંડી સંબંધિત કેસમાં આજે પહેલીવાર પટિયાલા હાઉસ કોર્ટમાં સામ-સામે આવી ગયા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને ત્યાં હાજર હતા. આ પહેલા પણ જૅકલીન ફર્નાન્ડીઝ મની લોન્ડરિંગ કેસમાં 12 ડિસેમ્બરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ ચૂકી છે.