Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વધુ એકવાર AIR Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, હવે આ બન્યું કારણ

વધુ એકવાર AIR Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, હવે આ બન્યું કારણ

Published : 30 January, 2023 08:51 AM | Modified : 30 January, 2023 08:52 AM | IST | Kochi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોચી એરપોર્ટ પર એર ઈન્ડિયાના પ્લેનની `હાઈડ્રોલિક` ફેલ થતા અડધો કલાક માટે કરાવ્યું ઈમરજન્સી લેન્ડિંગ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Cochin International Airport) પર રવિવારે અચાનક એક સંકટ આ પડ્યું હતું. એર ઈન્ડિયા (AIR India) એક્સપ્રેસ પ્લેનનું `હાઈડ્રોલિક્સ` લેન્ડિંગ દરમિયાન નિષ્ફળ જતા રવિવારે રાત્રે થોડાક સમય માટે કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ વિમાન શારજાહ (Sharjah)થી આવ્યું હતું.


એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ફ્લાઈટ `IX 412`માં અચાનક આગ લાગી હતી. જેના કારણે વાતાવરણ તંગ થઈ ગયું હતું. જોકે ટીમ તરત જ સક્રિય થઈ ગઈ હતી અને ફ્લાઈટમાં સવાર તમામ ૧૮૩ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા’.



કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘એરપોર્ટ પર રાત્રે ૮.૦૪ વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ રનવે બ્લોક કરવામાં આવ્યો નોહતો અને કોઈ ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી ન હતી. રાત્રે ૮.૩૬ વાગ્યે તુર્કીના આગ્રહને પગલે કટોકટીનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ કામગીરી સામાન્ય જાહેર કરવામાં આવી હતી’.


આ પણ વાંચો - ઍરવેઝમાં અફરાતફરી : છેલ્લા થોડા સમયથી ઘટતી ઘટનાઓ સૂચવે છે કે સમય સાવચેત રહેવાનો છે

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ બાદમાં એક નિવેદનમાં જણાવ્યું કે શા માટે ફ્લાઇટ નિર્ધારિત સમયે એટલે કે રાત્રે ૮.૩૪ વાગ્યે સામાન્ય રીતે લેન્ડ થઈ. હવે આ મામલામાં એક બેદરકારી પણ સામે આવી છે કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ઈમરજન્સી અંગે જાણ કરવામાં આવી ન હતી. પ્રવક્તાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, શારજાહ-કોચી ફ્લાઈટ ઈમરજન્સીમાં લેન્ડ થઈ નોહતી. એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે, પાઈલટે હાઈડ્રોલિક પ્રેશર સિસ્ટમમાં આવી વધઘટ જોઈ અને સાવચેતી તરીકે ATCને જાણ કરી.


આ પણ વાંચો - યુવકે ફ્લાઇટમાં કહ્યું, વિન્ડો ખોલો, મારે ગુટકા થૂંકવો છે

આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 08:52 AM IST | Kochi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK