હત્યા કર્યા પછી શખ્સે મિત્રની તસવીરો ગર્લફ્રેન્ડને વોટ્સએપ કરી
Crime News
પ્રતીકાત્મક તસવીર
તેલંગાણા (Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે નજીવી બાબત પર મિત્રની હત્યા કરી દીધી છે. મિત્રએ યુવકની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો એટલે તેણે તેની હત્યા કરી દીધી. પોલીસે આરોપીના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, ૨૨ વર્ષીય યુવકે તેના મિત્રની તેની ગર્લફ્રેન્ડને મેસેજ અને ફોન કરવા બદલ હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મૃતકનું માથું કાપી નાખ્યું, તેનું હૃદય અને પ્રાઈવેટ પાર્ટ્સ શરીર પરથી કાઢી નાખ્યા. આરોપી યુવકે મૃતકની આંગળીઓ કાપી નાખી અને બાદમાં પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કર્યું. પોલીસે આરોપીના નિવેદનના આધારે ગુનો નોંધી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું નામ હરિહર કૃષ્ણ છે અને મૃતકનું નામ નવીન છે.
ADVERTISEMENT
આ પણ વાંચો - Murder: બે દિવસ પહેલા કર્યા નિકાહ, રિસેપ્શન પહેલા લીધો જીવ, પછી કર્યો આપઘાત
નવીન અને હરિહર કૃષ્ણએ દિલસુખનગરની એક જ કોલેજમાં એકસાથે ઇન્ટરમિડિયેટનો અભ્યાસ પૂરો કર્યો હતો. ઘટનાના કેન્દ્રમાં રહેલી યુવતી પણ આ જ કોલેજની વિદ્યાર્થીની હતી. બન્ને એક જ છોકરીના પ્રેમમાં પડ્યા હતા, જો કે નવીને પહેલા તે યુવતી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને યુવતીએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. પરંતુ થોડા વર્ષો પછી બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. થોડા સમય પછી હરિહર કૃષ્ણએ યુવતીને પ્રપોઝ કર્યું અને બંને રિલેશનશિપમાં બંધાઈ ગયા. પરંતુ અહીં બ્રેકઅપ થવા છતાં નવીન સતત યુવતીના સંપર્કમાં હતો અને તેને મેસેજ અને કોલ કરતો હતો, જેનાથી કૃષ્ણ ખૂબ જ નારાજ હતો. આરોપી ત્રણ મહિનાથી વધુ સમય સુધી તકની રાહ જોતો રહ્યો.
પોલીસે જણાવ્યું કે, ૧૭ ફેબ્રુઆરીના રોજ નશાની હાલતમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને કૃષ્ણાએ નવીનનું ગળું દબાવીને હત્યા કરી હતી. મળતી માહિતી પ્રમાણે, આરોપીએ હત્યા બાદ કથિત રીતે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા અને તેને વોટ્સએપ પર તેની ગર્લફ્રેન્ડને મોકલ્યા હતા.
આ પણ વાંચો - Delhi Crime : એક મિસ્ડ કૉલથી ઉકેલાયો 11 વર્ષની સગીરાની હત્યાનો કેસ, જાણો
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.