Human Skull and Bones found in abandoned house: અસામાજિક તત્વો દ્વારા આ જગ્યાનો ઉપયોગ નશા કરવાના અડ્ડા તરીકે થતો હોવાની ફરિયાદ વિસ્તાર પંચાયત સત્તાવાળાઓએ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા આ જગ્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
કેરળમાં (Human Skull and Bones found in abandoned house) એક નિર્જન ઘરના ફ્રીજરમાંથી માનવ ખોપરી અને હાડકાં મળી આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેરળના ચોટ્ટાનિકારા પોલીસને પાટનગર કોચીની બહારના વિસ્તારમાં એક નિર્જન મકાનમાં રેફ્રીજરેટરમાં પૅક કરીને રાખવામાં આવેલી માનવ ખોપરી અને હાડકાં મળી આવ્યા હતા. અસામાજિક તત્વો દ્વારા આ જગ્યાનો ઉપયોગ નશા કરવાના અડ્ડા તરીકે થતો હોવાની ફરિયાદ વિસ્તાર પંચાયત સત્તાવાળાઓએ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા આ જગ્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ જગ્યાની તપાસ કરતી વખતે પોલીસે (Human Skull and Bones found in abandoned house) જે ફ્રીજ ખોલ્યું તે જ્યારે ઘર કબજે કરવામાં આવતું હતું ત્યારે ઉપયોગમાં લેવાયું હતું એવું માનવામાં આવે છે. જોકે આ ફ્રીજમાંથી પોલીસને ખોપરી અને હાડકાં મળી આવ્યા હતા. હાડકાં ત્રણ અલગ-અલગ કવરમાં પૅક કરીને રાખવામાં આવ્યા હતા. પોલીસનું માનવું છે કે ખોપરી કેટલાંક વર્ષ જૂની છે, જોકે તેની ચોક્કસ ઉંમર ટેસ્ટિંગ પછી જ જાણી શકાશે. ઘરમાં વીજળીનું કનેક્શન નહોતું અને ફ્રીજમાં કોમ્પ્રેસર વગરનું હતું.
ADVERTISEMENT
પ્રસિદ્ધ ચોટ્ટનીક્કારા ભગવતી મંદિરની (Human Skull and Bones found in abandoned house) ઉત્તરે લગભગ 4 કિમી દૂર ચોટ્ટાનિકારામાં એરુવેલી નજીક પેલેસ સ્ક્વેર ખાતે આવેલું ઘર વર્ષોથી બિનઉપયોગી અને તાળું બંધ હતું. 14-એકરના પ્લોટ પર સ્થિત આ ઘર એર્નાકુલમના વતનીની માલિકીનું છે અને તે લગભગ 15-20 વર્ષથી વસવાટ કરતું ન હતું. પોલીસે આ બનાવ અંગે તપાસની કાર્યવાહી પૂર્ણ કરી તપાસ શરૂ કરી દીધી છે.
‘દૃશ્યમ્’ ફિલ્મ જેવી ઘટના યુપીમાં બની હતી
‘દૃશ્યમ્’ ફિલ્મમાં જે રીતે પોલીસ-સ્ટેશનની (Human Skull and Bones found in abandoned house) નીચે દટાયેલી લાશ મળે છે એવી જ રીતે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં પણ બન્યું. ગિંલોદપુર ગામના પંજાબી સિંહે કલેક્ટર રોહિત પાંડેયને અરજી કરીને કહ્યું કે ૩૦ વર્ષ પહેલાં તેની માતા અને ભાઈઓએ પિતાની હત્યા કરી હતી અને ઘરના આંગણામાં જ તેમને દાટી દીધા હતા. અરજીના આધારે ઘરઆંગણે ખોદવાનું ચાલુ કર્યું તો ૮ ફુટ ઊંડેથી સાચ્ચે જ માણસનું હાડપિંજર નીકળ્યું હતું. ૩૦ વર્ષ પહેલાં આ ઘટના બની ત્યારે પંજાબી સિંહ ૯ વર્ષનો હતો. તેના ઘરમાં ગામના ધનિક માણસ રાજવીરનો આવરોજાવરો હતો એ પિતા બુદ્ધ સિંહને નહોતું ગમતું. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો ત્યારે પ્રદીપ અને મુકેશ નામના બન્ને દીકરા માતા ઊર્મિલાનો જ પક્ષ લેતા હતા. એક દિવસ ઊર્મિલા અને રાજવીરે તેને બન્ને ભાઈ સાથે બીજા ઘરમાં મોકલી દીધા હતા. ત્યાર પછીથી તેણે પપ્પાને જોયા નહોતા. સમય જતાં એ આખી વાત ભૂલી ગયો, પણ ૧ જુલાઈએ તેને ભાઈઓ સાથે લેવડદેવડ બાબતે ઝઘડો થયો અને ભાઈઓએ પંજાબી સિંહને પપ્પા પાસે પહોંચાડી દેવાની ધમકી આપી ત્યારે તેને ૩૦ વર્ષ જૂની વાત યાદ આવી ગઈ હતી.