અત્યારની દોડધામ અને ગળાકાપ સ્પર્ધાના સમયમાં કામ અને અંગત જીવન વચ્ચે ઘણા લોકો સુમેળ સાધી શકતા નથી. વર્ક-લાઇફ બૅલૅન્સ રાખવાનું અમેરિકાના ૨૪ વર્ષના ઑન્ટ્રપ્રનર સ્ટીવન ગુઓ પાસેથી શીખવા જેવું છે. ગુઓ અમેરિકાથી બાલી સ્થાયી થયો છે.
૨૪ વર્ષનો અમેરિકન ઑન્ટ્રપ્રનર બાલીમાં શિફ્ટ થયો, વર્ષે ૨.૧૫ કરોડ કમાય છે
અત્યારની દોડધામ અને ગળાકાપ સ્પર્ધાના સમયમાં કામ અને અંગત જીવન વચ્ચે ઘણા લોકો સુમેળ સાધી શકતા નથી. વર્ક-લાઇફ બૅલૅન્સ રાખવાનું અમેરિકાના ૨૪ વર્ષના ઑન્ટ્રપ્રનર સ્ટીવન ગુઓ પાસેથી શીખવા જેવું છે. ગુઓ અમેરિકાથી બાલી સ્થાયી થયો છે. અઠવાડિયામાં ૩૦ કલાક કામ કરીને વર્ષે ૨.૧૫ કરોડ રૂપિયા કમાય છે. તે પોતે જ કહે છે કે ‘બાલીમાં હું મારું કામ અને અંગત જીવન સમતોલ રાખી શકું છે. મોટા ભાગે સવારે કામ કરું છું, બપોરે સર્ફિંગ કરું છું, લૅન્ડસ્કેપ્સ શોધું છું અથવા અહીંની ધબકતી સંસ્કૃતિનો આનંદ લઉં છું.’ ગુઆ માટે બાલી એ માત્ર પોતાનું ઘર નથી પણ અહીં ઇચ્છા પ્રમાણે રહેવા, કામ કરવા અને આગળ વધવાની સ્વતંત્રતા આપતું સ્થળ છે. બાલીમાં રહેવા વિશે તે કહે છે, ‘બાલીની જીવનશૈલી ઘણી સારી છે એટલે મને અહીં બહુ ગમે છે. અહીં મને મિત્રો સાથે રહેવાનો ઘણો સમય મળે છે. મને સર્ફિંગ જેવી ગમતી પ્રવૃત્તિઓ કરવાનો પૂરતો સમય મળે છે.’ અમેરિકા, ફિલિપીન્સ, યુકે અને ભારતમાં ઑન્ટ્રપ્રનર સ્ટીવન ગુઓની ૧૯ કર્મચારીઓની ટીમ કામ કરે છે. ગુઓ અઠવાડિયામાં ૩૦ કલાક કામ કરે છે અને ૪૦ ટકા જેટલો સમય ગ્રાહકો અને તેમનાં ઉત્પાદનો અને સર્વિસ વિશે માર્કેટ-રિસર્ચ કરે છે.