Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેટલી હશે કોરોનાની નેઝલ વેક્સિનની કિંમત? જાણો અહીં

કેટલી હશે કોરોનાની નેઝલ વેક્સિનની કિંમત? જાણો અહીં

Published : 27 December, 2022 11:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઇન્ટ્રાનેઝલ રસી અગાઉ કોવેક્સિન અથવા કોવિશિલ્ડ સાથે સંપૂર્ણ રસી મેળવનારા લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત સરકાર કોરોના વાયરસ (Coronavirus)ને લઈને એલર્ટ થઈ ગઈ છે. સરકારે ગયા અઠવાડિયે નેઝલ વેક્સિન (Nasal Vaccine) મંજૂર કરી હતી. ટૂંક સમયમાં આ રસી ઉપલબ્ધ થશે. તે જ સમયે, સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નેઝલ વેક્સિનની કિંમત (Nasal Vaccine Price) એક હજાર રૂપિયા હોઈ શકે છે, જેમાં રસીની કિંમત રૂા.800 છે. તે જ સમયે, GST અને હૉસ્પિટલ ચાર્જ સહિત, તે 1000 રૂપિયામાં ઉપલબ્ધ થશે.


ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ રસી iNCOVACCને ગયા અઠવાડિયે જ કોરોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે રસીની કિંમત 800 રૂપિયા હશે અને તેના પર 5 ટકા GST વસૂલવામાં આવશે.



જાન્યુઆરીના અંત સુધીમાં ઉપલબ્ધ થશે


ઇન્ટ્રાનેઝલ રસી અગાઉ કોવેક્સિન અથવા કોવિશિલ્ડ સાથે સંપૂર્ણ રસી મેળવનારા લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, જાન્યુઆરીના અંત સુધીમાં તે એવા લોકો માટે ઉપલબ્ધ થશે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે.

હૉસ્પિટલ ચાર્જ 150 રૂપિયા


મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, ખાનગી હૉસ્પિટલોને કોરોના વેક્સીનના દરેક ડોઝ માટે 150 રૂપિયા સુધી ચાર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ રકમ ઉમેરીને નેઝલ વેક્સિનની કિંમત 1000 રૂપિયા થઈ શકે છે. નેઝલ વેક્સિન સેન્ટ લુઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટીની લાયસન્સ ટેકનોલોજી પર વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતમાં ૨૩ ઇન્ટરનૅશનલ ટ્રાવેલર્સ કોવિડ પૉઝિટિવ આવ્યા

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 157 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,77,459 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 3,421 થઈ ગઈ છે. તે જ સમયે, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે પછી મૃતકોની સંખ્યા વધીને 5,30,696 થઈ ગઈ છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. દૈનિક સંક્રમણ દર 0.32 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 0.18 ટકા છે.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2022 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK