HMPV first case in India: બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાના બાળકમાં ચાઇનનાનો વાયરસ મળી આવ્યો છે; કર્ણાટક આરોગ્ય વિભાગે આપ્યું આ નિવેદન
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કોરોના વાયરસ (Coronavirus) બાદ હવે હ્યુમન મેટાપ્યુમોવાયરસ (Human Metapneumovirus - HMPV) ચીન (China)માં આતંક મચાવી રહ્યો છે. HMPV વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે ઘણા દેશો એલર્ટ મોડ પર છે. હવે ભારત (India)માં પણ આ વાયરસનો પહેલો કેસ (HMPV first case in India) જોવા મળ્યો છે. બેંગલુરુ (Bengaluru)માં ભારતનો પહેલો HMPV કેસ નોંધાયો છે.
ચીનનો ખતરનાક વાયરસ HMPV ભારતમાં પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે. બેંગલુરુમાં આઠ મહિનાનું બાળક HMPV વાયરસથી સંક્રમિત જોવા મળ્યું છે. ભારતમાં HMPV વાયરસનો આ પ્રથમ કેસ છે. જો કે, ભારતમાં HMPV વાયરસની ઘટનાઓ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. અહેવાલો પ્રમાણે, બાળકને તાવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કર્ણાટક આરોગ્ય વિભાગ (Karnataka Health Department)નું કહેવું છે કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. વાઈરસની તપાસ બાદ આરોગ્ય વિભાગે કહ્યું કે તેમની લેબમાં તેની શોધ થઈ નથી, આ મામલો ખાનગી હોસ્પિટલમાં સામે આવ્યો છે. ભારત સરકાર (Indian Government) પણ આ અંગે એલર્ટ છે અને એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
HMPV - આ વાયરસ પર્યાવરણમાં જોવા મળે છે અને જો તેનું પરીક્ષણ કરવામાં આવે તો લોકો પોઝિટિવ જોવા મળશે, તે સામાન્ય વાયરસ છે. હાલમાં તેની કોઈ રસી નથી. પરંતુ તેના લક્ષણો તાવ-શરદી જેવા છે. વર્ષ ૨૦૨૩માં, HMPV નેધરલેન્ડ (Netherlands), બ્રિટન (Britain), ફિનલેન્ડ (Finland), ઓસ્ટ્રેલિયા (Australia), કેનેડા (Canada), યુનાઇટેડ સ્ટેટ્સ (United States) અને ચીનમાં મળી આવ્યો હતો.
નોંધનીય છે કે, કોવિડ (COVID-19) રોગચાળાના પાંચ વર્ષ પછી, ચીન હાલમાં નવા વાયરસ, હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) સામે લડી રહ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેટલાકે દાવો કર્યો હતો કે હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે. ઓનલાઈન શેર કરેલા વીડિયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળે છે, જેમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ કહે છે કે ઈન્ફલ્યુએન્ઝા A, HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ સહિતના બહુવિધ વાયરસ ફેલાઈ રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, એચએમપીવી કેસોમાં વધારો થવાથી અચાનક મૃત્યુ દરમાં ચિંતાજનક વધારો થયો છે અને ખાસ કરીને ૪૦ થી ૮૦ વર્ષની વયના લોકો ખાસ પ્રભાવિત થયા છે.
તમને જણાવી દઈએ કે, હ્યુમન મેટાપ્યુમોવાયરસ (એચએમપીવી)ને શોધવો પણ મુશ્કેલ છે. તેના લક્ષણો સામાન્ય ઉધરસ અને શરદી જેવા છે. તેમાં ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે.