Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં હૉર્ન વગાડવા પર વિવાદ, યુવકને અડધો કિમી સુધી ઢસડ્યો, વીડિયો વાયરલ

દિલ્હીમાં હૉર્ન વગાડવા પર વિવાદ, યુવકને અડધો કિમી સુધી ઢસડ્યો, વીડિયો વાયરલ

Published : 15 January, 2023 05:35 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક કાર ડ્રાઈવરે યુવકને ટક્કર મારી. ત્યાર બાદ તેણે યુવકને કારના બોનટ પર અડધો કિલોમીટર ઢસડ્યો. હ્રદયદ્રાવક આ ઘટના દિલ્હીના રાજૌરી ગાર્ડનની છે.

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીના (Delhi) લોકો હાલ કંઝાવાલા કાંડ ભૂલ્યા પણ નથી ત્યા રાજધાની દિલ્હીમાં (Delhi) હિટ એન્ડ રનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આમાં એક કાર ડ્રાઈવરે યુવકને ટક્કર મારી. ત્યાર બાદ તેણે યુવકને કારના બોનટ પર અડધો કિલોમીટર ઢસડ્યો. હ્રદયદ્રાવક આ ઘટના દિલ્હીના રાજૌરી ગાર્ડનની છે.


હૉર્ન વગાડવાની વાત પર થયો ઝગડો
કહેવામાં આવી રહ્યું છે કે રાજૌરી ગાર્ડન વિસ્તારમાં માત્ર હૉર્ન વગાડવાની વાત પર બે પક્ષોનો ઝગડો થઈ ગયો હતો. આ ઝગડામાં કાર ડ્રાઈવર યુવકે એક વ્યક્તિને ટક્કર મારી. ત્યાર બાદ તેણે યુવકને બોનેટ પર અડધો કિલોમીટર સુધી ઢસડ્યો.



સીસીટીવીમાં ઝડપાઈ ઘટના
જો કે, તેની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જેમાં સ્પષ્ટરીતે કારના બોનેટ પર યુવક જોઈ શકાય છે. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે. કારના નંબર પરથી આરોપીની કરવામાં આવી રહી છે શોધ. સાથે જ પીડિત વિશે પણ માહિતી એકઠી કરવામાં લાગી છે પોલીસ.


આ પહેલા કંઝાવાલામાં 1 જાન્યુઆરીએ થયેલી ઘટનાએ દિલ્હી જ નહીં આખા દેશને હલબલાવી મૂકી હતી. અહીં એક રાહગીરે કારની પાછળ મૃતદેહ ઢસડતો જોયો. ત્યાર બાદ તેણે પોલીસને લગભગ 3.24 વાગ્યે કૉલ કર્યો. દીપક નામના યુવકે જણાવ્યું હતું કે તે લગભગ 3.15 વાગ્યે દૂધની ડિલીવરીની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે એક કાર આવતી જોઈ. પાછળના ટાયરમાંથી જોર જોરથી અવાજ આવતો હતો.

ત્યાર બાદ તેણે પોલીસને કારની પાછળ મૃતદેહ લટકવાની માહિતી પોલીસને આપી હતી. દીપકે કહ્યું હતું કે તે સવારે 5 વાગ્યા સુધી પોલીસના સંપર્કમાં રહ્યો. પણ, કોઈ ઘટનાસ્થળે આવ્યું નહીં. તેણે બેગમપુર સુધી કારનો પીછો કર્યો હતો.


આ પણ વાંચો : Mumbaiમાં બે વર્ષ બાદ તાતા મેરેથૉન, તસવીરોમાં ઊમટ્યું માનવ મેહરામણ, આ છે વિજેતાઓ

આ ઘટનામાં 1 જાન્યુઆરીના અંજલિનું મોત થયું હતું. તેના મૃતદેહને દિલ્હીના રસ્તા પર 12 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. પણ, ચોંકાવનારી વાત એ છે કે આ બધું તે રાતે થયું, જ્યારે આખો દેશ ન્યૂયરનો ઉત્સવ ઉજવી રહ્યો હતો. દિલ્હી પોલીસની કડક સુરક્ષાના દાવા વચ્ચે અંજલિએ રસ્તામાં જીવ ગુમાવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 05:35 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK