૩૦ ઑક્ટોબરે કાળી ચૌદશના દિવસે પ્રગટાવવામાં આવનાર આ ૨૮ લાખ દીવડાઓની નવા વર્લ્ડ રેકૉર્ડ માટે ગણતરી થશે.
જુઓ અયોધ્યા નગરી
અયોધ્યામાં આ વર્ષે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછીનો પહેલો દીપોત્સવ હોવાથી એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગઈ કાલે સરયૂ નદીના કાંઠે રામ કી પૈડી પર દીવડાઓ ગોઠવવામાં આવ્યા હતા અને રાત્રે લેઝર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. અયોધ્યાના રસ્તાઓને પણ રોશનીથી સજાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રામ કી પૈડી પર ૩૦,૦૦૦થી વધારે વૉલન્ટિયર્સ અત્યારે ૨૮ લાખ દીવડાઓ સજાવવાનું કામ કરી રહ્યા છે. ૩૦ ઑક્ટોબરે કાળી ચૌદશના દિવસે પ્રગટાવવામાં આવનાર આ ૨૮ લાખ દીવડાઓની નવા વર્લ્ડ રેકૉર્ડ માટે ગણતરી થશે.