ભારત ઉડાન યોજના દ્વારા દેશના દૂરના ભાગોને ઍર કનેક્ટિવિટીથી જોડવા માગે છે.
ફ્રાન્સની કંપની ઍરબસ
નવી દિલ્હી : તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોનની હાજરીમાં વર્ચ્યુઅલ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે ઍૅર ઇન્ડિયા ફ્રાન્સની કંપની ઍરબસ પાસેથી ૪૦ વાઇટ બૉડી પ્લેન સહિત કુલ ૨૫૦ વિમાન ખરીદશે. વિમાનની ખરીદી માટેના કાગળ પર પણ તેમણે સાઇન કરી હતી.
વડા પ્રધાને આ મામલે કહ્યું કે ‘આ સોદો ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધો અને ભારતના સિવિલ એવિયેશન સેક્ટરની સફળતા દર્શાવે છે. ભારત ઉડાન યોજના દ્વારા દેશના દૂરના ભાગોને ઍર કનેક્ટિવિટીથી જોડવા માગે છે.’ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ઍર ઇન્ડિયા - ઍરબસ વચ્ચેની પાર્ટનરશિપ દર્શાવે છે ફ્રેન્ચ કંપનીઓ ભારત સાથે સહકારનાં નવાં ક્ષેત્રો વિકસાવવા માટે સમર્પિત છે.’