દિલ્હીમાં આવેલી જામા મસ્જિદનો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા સર્વે કરાવવામાં આવે એવી માગણી હિન્દુ સેનાએ કરી છે. અજમેર શરીફ દરગાહ પર કેસ કરીને ચર્ચામાં આવેલા હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ASIના ડાયરેક્ટર જનરલને પત્ર લખ્યો છે
જામા મસ્જિદ
દિલ્હીમાં આવેલી જામા મસ્જિદનો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા સર્વે કરાવવામાં આવે એવી માગણી હિન્દુ સેનાએ કરી છે. અજમેર શરીફ દરગાહ પર કેસ કરીને ચર્ચામાં આવેલા હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ASIના ડાયરેક્ટર જનરલને પત્ર લખ્યો છે અને એમાં જણાવ્યું છે કે જામા મસ્જિદનું બાંધકામ જોધપુર અને ઉદયપુરનાં કૃષ્ણ મંદિરોને તોડવામાં આવ્યા બાદ કરવામાં આવ્યું હતું. આ અવશેષોનો ઉપયોગ જામા મસ્જિદની સીડી બનાવવા માટે થયો હતો. આ તમામ કામ ઔરંગઝેબના કાર્યકાળમાં થયું હતું. તેમણે દાવો કર્યો છે કે ઔરંગઝેબ પર સાકી મુસ્તક ખાન દ્વારા લિખિત બુક ‘મસીર એ આલમગીરી’માં આ ઘટનાની નોંધ લેવામાં આવી છે. ૧૬૮૯ની ૨૪ મેએ ખાનજહાં બહાદુરે જોધપુરનાં મંદિરોને તબાહ કર્યાં હતાં અને પ્રતિમાઓને ખંડિત કરીને તે દિલ્હી પાછો ફર્યો ત્યારે ઔરંગઝેબ ખુશ થયો હતો. ત્યાર બાદ આ અવશેષોને દિલ્હી લાવવામાં આવ્યા હતા.