હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટીએ અદાણી ગ્રુપને ક્લિન ચિટ આપી દીધી છે, અને કહ્યું કે પહેલી વારમાં કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નતી, તેમજ SEBIને કિંમતોમાં ફેરફારની સંપૂર્ણ માહિતી હતી.
ગૌતમ અદાણી (ફાઈલ તસવીર)
હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટીએ અદાણી ગ્રુપને ક્લિન ચિટ આપી દીધી છે, અને કહ્યું કે પહેલી વારમાં કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નતી, તેમજ SEBIને કિંમતોમાં ફેરફારની સંપૂર્ણ માહિતી હતી.
હિંડનબર્ગ કેસની તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલ કમિટી રિપૉર્ટ સાર્વજનિક થઈ ગયો, જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપે શૅરની કિંમતોને કોઈપણ રીતે પ્રભાવિત નથી કરી. કમિટીના રિપૉર્ટ પ્રમાણે, અદાણી ગ્રુપની કંપનીઓમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ઈન્વેસ્ટમેન્ટના પૂરાવા પણ નથી મળ્યા, સંબંધિત પાર્ટી સાથે ઈન્વેસ્ટમેન્ટમાં પણ કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું.
ADVERTISEMENT
SC કમિટીએ કહ્યું કે અદાણી ગ્રુપે નફો મેળવનારા માલિકોના નામ શૅર કર્યા, અને SEBIએ પણ અદાણી ગ્રુપ તરફથી આપવામાં આવેલી માહિતીને યોગ્ય જણાવી. સુપ્રીમ કૉર્ટ કમિટી પ્રમાણે, અદાણી સમૂહે ન્યૂનતમ પબ્લિક શૅરહોલ્ડિંગને લઈને પણ કાયદાનું પાલન કર્યું.
સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટીએ એ પણ કહ્યું કે અમેરિકન શૉર્ટસેલર હિંડનબર્ગનો રિપૉર્ટ આવ્યા બાદથી અદાણી સમૂહમાં ઈન્વેસ્ટમેન્ટ વધ્યું છે, અને સમૂહે પણ હિંડનબર્ગનો રિપૉર્ટ આવ્યા બાદ ઈન્વેસ્ટરોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો હતો. કમિટીનો દાવો છે કે હિંડનબર્ગ રિપૉર્ટ આવ્યા બાદ શૉર્ટસેલર્સે નફાની કમાણી પણ કરી, અને SC કમિટીએ આની તપાસ કરવા માટે ભલામણ કરી છે.
સુપ્રીમ કૉર્ટની કમિટીએ એ પણ કહ્યું છે કે તેમના ઈન્વેસ્ટિગેશન રિપૉર્ટના તમામ નિષ્કર્ણ અંતિમ નથી, કારણકે આ મામલે SEBIની તપાસ ચાલી રહી છે, અને તેમનો રિપૉર્ટ આવવાનો બાકી છે.
આ પણ વાંચો : અદાણી-હિંડનબર્ગ વિવાદ: સેબીએ તપાસ માટે વધુ સમય માગ્યો
હિંડનબર્ગ કેસમાં SC કમિટીના રિપૉર્ટની ખાસ વાતો
1. પહેલી નજરમાં જોતા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન નથી થયું.
2. શૅરની કિંમત વધવામાં કાયદાનું ઉલ્લંઘન નથી થયું.
3. SEBIને કિંમતોના ફેરફારની સંપૂર્ણ માહિતી હતી.
4. અદાણી ગ્રુપે શૅરની કિંમતને પ્રભાવિત નથી કરી.
5. અદાણીની કંપનીઓમાં ગેરકાયદેસર ઈન્વેસ્ટમેન્ટના પૂરાવા નથી મળ્યા.
6. સંબંધિત પાર્ટીના ઈન્વેસ્ટમેન્ટમાં નિયમોનું ઉલ્લંઘન નથી થયું.
7. અદાણી ગ્રુપે નફો મેળવનારા માલિકોના નામ પણ શૅર કર્યા.
8. SEBIએ અદાણી ગ્રુપ પાસેથી મળેલી માહિતી ખોટી નથી ઠેરવી.
9. ન્યૂનતમ પબ્લિક શૅરહૉલ્ડિંગને લઈને પણ કાયદાનું કરાયું પાલન.
10. હિંડનબર્ગના રિપૉર્ટ બાદ અદાણી ગ્રુપમાં રિટેલ ઈન્વેસ્ટરોનો ભાગ વધ્યો.
11. હિંડનબર્ગના રિપૉર્ટ બાદ અદાણી ગ્રુપે ઈન્વેસ્ટરોને રાહત આપવાના પ્રયત્ન કર્યા.
12. હિંડનબર્ગના રિપૉર્ટ બાદ શૉર્ટસેલર્સને નફો મળ્યો, આની તપાસ થાય
આ તમામ નિષ્કર્ષ અંતિમ નથી, કારણકે SEBIની તપાસ ચાલુ છે.