બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (BRO)એ પ્રોજેક્ટ હિમાંક અંતર્ગત નવો ઊંચો રોડ બનાવીને પોતાનો જ રેકૉર્ડ તોડ્યો
આ નવા પ્રોજેક્ટ અંતર્ગત તેમણે પોતાના જ જૂના રેકૉર્ડને પાર કરી નાખ્યો હતો.
લદ્દાખમાં બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (BRO)એ નવો ઇતિહાસ રચ્યો છે અને દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રોડ બનાવવાનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે. પ્રોજેક્ટ હિમાંક અંતર્ગત BROએ લિકરુથી મિગ લા-ફુકચે રોડ પર મિગ લા પાસમાં ૧૯,૪૦૦ ફુટની ઊંચાઈ પર રોડ બનાવવાની ઉપલબ્ધિ મેળવી છે.
આ પહેલાં BROએ ઉમલિંગ લા પાસ પર ૧૯,૦૨૪ ફુટની ઊંચાઈએ મોટરેબલ રોડ બનાવીને રેકૉર્ડ બનાવ્યો હતો. આ નવા પ્રોજેક્ટ અંતર્ગત તેમણે પોતાના જ જૂના રેકૉર્ડને પાર કરી નાખ્યો હતો. પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર બ્રિગેડિયર વિશાલ શ્રીવાસ્તવના નેતૃત્વમાં બનેલા આ રોડ પર BROએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.


