૪૮ કલાકમાં એક લાખ ટૂરિસ્ટો પહોંચ્યા શિમલા, કાલકા-શિમલા હાઇવે જૅમ, મનાલીમાં ૫૦૦૦ ટૂરિસ્ટોને બચાવી લેવાયા : જમ્મુ-શ્રીનગર હાઇવે પર ટ્રાફિક જૅમ, ૨૦૦૦ વાહનો ફસાયાં; શ્રીનગર ઍરપોર્ટ પરથી ફ્લાઇટો બંધ.
ગઈ કાલે શ્રીનગરમાં સીઝનનો પહેલો સ્નોફૉલ થયો એ પછી ઝેલમ નદીના કાંઠેથી બરફ હટાવતો એક માણસ.
જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે સ્નોફૉલના કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જૅમ થયો છે. જમ્મુ-શ્રીનગર હાઇવે પર ૨૦૦૦ વાહનો ફસાયાં છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ખુદ આ હાઇવે પર પ્રવાસ કર્યો હતો અને રસ્તામાં ફસાયેલા લોકોને કાઢવાની કામગીરી પર દેખરેખ રાખી હતી. શ્રીનગરમાં ત્રણ ઇંચ બરફ પડ્યો છે. ગંદેરબાલ, અનંતનાગ, કુલગામ, શોપિયાં અને પુલવામા જિલ્લામાં પણ ભારે બરફવર્ષા થઈ છે. સોનમર્ગ અને ગુલમર્ગમાં પણ બરફવર્ષા થઈ છે. ભારે બરફવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઇવે અને મુઘલ રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. કાશ્મીર ખીણપ્રદેશમાં મોસમનો પહેલો સ્નોફૉલ થયો હતો અને ભારે બરફવર્ષાને કારણે શ્રીનગર ઍરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન્સ બંધ કરવાં પડ્યાં હતાં.
બીજી તરફ કાલકા-શિમલા હાઇવે પણ જૅમ છે. શિમલામાં ૪૮ કલાકમાં ૬૦,૦૦૦ વાહનો પહોંચ્યાં છે અને આશરે એક લાખ ટૂરિસ્ટો આવ્યા છે.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશના મનાલીમાં લાંબા ટ્રાફિક જૅમમાં ફસાયેલા આશરે ૫૦૦૦ લોકોને ગઈ કાલે પોલીસે સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ ટૂરિસ્ટોએ શુક્રવારની રાત કારમાં જ વિતાવી હતી.જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે સ્નોફૉલના કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જૅમ થયો છે. જમ્મુ-શ્રીનગર હાઇવે પર ૨૦૦૦ વાહનો ફસાયાં છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ ખુદ આ હાઇવે પર પ્રવાસ કર્યો હતો અને રસ્તામાં ફસાયેલા લોકોને કાઢવાની કામગીરી પર દેખરેખ રાખી હતી. શ્રીનગરમાં ત્રણ ઇંચ બરફ પડ્યો છે. ગંદેરબાલ, અનંતનાગ, કુલગામ, શોપિયાં અને પુલવામા જિલ્લામાં પણ ભારે બરફવર્ષા થઈ છે. સોનમર્ગ અને ગુલમર્ગમાં પણ બરફવર્ષા થઈ છે. ભારે બરફવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઇવે અને મુઘલ રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. કાશ્મીર ખીણપ્રદેશમાં મોસમનો પહેલો સ્નોફૉલ થયો હતો અને ભારે બરફવર્ષાને કારણે શ્રીનગર ઍરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન્સ બંધ કરવાં પડ્યાં હતાં.
બીજી તરફ કાલકા-શિમલા હાઇવે પણ જૅમ છે. શિમલામાં ૪૮ કલાકમાં ૬૦,૦૦૦ વાહનો પહોંચ્યાં છે અને આશરે એક લાખ ટૂરિસ્ટો આવ્યા છે.
હિમાચલ પ્રદેશના મનાલીમાં લાંબા ટ્રાફિક જૅમમાં ફસાયેલા આશરે ૫૦૦૦ લોકોને ગઈ કાલે પોલીસે સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ ટૂરિસ્ટોએ શુક્રવારની રાત કારમાં જ વિતાવી હતી.
ઉત્તર ભારતમાં આજથી કોલ્ડ-વેવ
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં આજથી કોલ્ડ-વેવ શરૂ થશે અને જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આજથી ૩ જાન્યુઆરી સુધી ભારે ઠંડીનું મોજું ફરી વળશે. આ સમયગાળા દરમ્યાન આ વિસ્તારો ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહારમાં ધુમ્મસ છવાઈ જશે.