૩૦ જુલાઈએ વાયનાડ જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ૨૩૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં
પ્રતીકાત્મક તસવીર
ભારતીય હવામાન ખાતાએ કેરલાના વાયનાડ જિલ્લામાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે અને આગામી બે દિવસ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. અેર્નાકુલમ, થ્રિસુર, કન્નુર અને કોઝીકોડમાં પણ ભારે વરસાદની આગાહી છે. લક્ષદ્વીપ ટાપુઓ પર રેડ અલર્ટ આપવામાં આવી છે. ૩૦ જુલાઈએ વાયનાડ જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ૨૩૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.