દેશમાં વેક્સિનના કુલ 220.65 કરોડથી વધારે ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. હૉસ્પિટલમાં દાખલ થનારા લોકમાં વધારાના કોઈ પુરાવા મળ્યા નથી. સાવચેતીના પગલાં રૂપે ડૉઝ વધારવા જોઈએ.
Coronavirus
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે બધા રાજ્યોને સલાહ આપી છે કે તે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સીનેશન અને કોવિડ ઉપયુક્ત વ્યવહારની `ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી` પર ફોકસ કરવાનું જાળવી રાખે. મંત્રાલય તરફથી વધપં એક સૂચવામાં કેહવામાં આવ્યું છે કે, અમે કોવિડ-19ની તૈયારીઓ જોવા માટે એક વધુ મૉક ડ્રિલ પણ કરશું. બધા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટૂંક સમયમાં જ એક મૉક ડ્રિલ કરવામાં આવશે.
સૂચના પ્રમાણે, દેશમાં વેક્સિનના કુલ 220.65 કરોડથી વધારે ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. હૉસ્પિટલમાં દાખલ થનારા લોકમાં વધારાના કોઈ પુરાવા મળ્યા નથી. સાવચેતીના પગલાં રૂપે ડૉઝ વધારવા જોઈએ. નિવેદનમાં કહેવામં આવ્યું છે કે દરેક ગંભીર તીવ્ર શ્વસનની બીમારી મામલે પ્રયોગશાળા નિરીક્ષણ અને પરીક્ષણને વધારવાની જરૂર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દિલ્હીમાં હવે કેજરીવાલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, ન કરવામાં આવે ધરપકડ- CM
મંત્રાલયે રાજ્યોને સ્વાસ્થ્ય સુવિધાઓમાં ઈન્ફ્લૂએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને રસીની ઉપલબ્ધતા નક્કી કરવા માટે પણ કહ્યું છે. આ સિવાય રાજ્યોને પર્યાપ્ત નિર્ધારિત બેડ અને સ્વાસ્થ્ય કર્મચારીઓની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.